Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષયકુમારની લક્ષ્મી બૉમ્બમાં નેગેટિવ રોલ કરશે અદ્વિક મહાજન

અક્ષયકુમારની લક્ષ્મી બૉમ્બમાં નેગેટિવ રોલ કરશે અદ્વિક મહાજન

07 July, 2020 11:02 PM IST | Ahmedabad
Mumbai correspondent

અક્ષયકુમારની લક્ષ્મી બૉમ્બમાં નેગેટિવ રોલ કરશે અદ્વિક મહાજન

અદ્વિક મહાજન

અદ્વિક મહાજન


હિન્દી ફિલ્મોમાં હવે ટીવી-જગતના ચહેરા દેખાય તો કોઈ નવાઈ નથી રહી, કારણ કે ઘણા કલાકારોએ ટીવીથી ફિલ્મો સુધીની સફર ખેડી છે જે સફળ રહી છે. ટીવીઅભિનેતા અદ્વિક મહાજન જે છેલ્લે સ્ટાર પ્લસના શો ‘દિવ્ય દૃષ્ટિ’માં જોવા મળ્યો હતો તે પણ હિન્દી ફિલ્મમાં જોવા મળવાનો છે. અક્ષયકુમારની ઘણા સમયથી રાહ જોવાય છે એ ફિલ્મ ‘લક્ષ્મી બૉમ્બ’માં અદ્વિક મહાજન મહત્ત્વનું પાત્ર ભજવશે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ સીધી ડિઝની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થવાની છે અને અદ્વિક એમાં નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે. અદ્વિકે આમ તો ૨૦૦૮માં ‘કૉન્ટ્રૅક્ટ’ નામની હિન્દી ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું અને એ પછી સાઉથની એક ફિલ્મ પણ કરી છે. જોકે તેને અભિનેતા તરીકેની ઓળખ કલર્સ ટીવીના શો ‘બાની - ઇશ્ક દા કલમા’થી મળી. એ પછી તે અનેક પૉપ્યુલર શોમાં જોવા મળ્યો છે. અદ્વિકે સોશ્યલ મીડિયા પર ‘લક્ષ્મી બૉમ્બ’નું પોસ્ટર શૅર કરીને પોતે ફિલ્મનો ભાગ છે એવું જણાવ્યું હતું. આ ફિલ્મ અદ્વિક માટે ટર્નિંગ પૉઇન્ટ બની રહેશે એમાં બેમત નથી.


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2020 11:02 PM IST | Ahmedabad | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK