અદનાન સામી દેખાશે બિગબૉસ 13માં, જુઓ સલમાન સાથેની તસવીર...

Updated: Feb 08, 2020, 19:45 IST | Mumbai Desk

બિગબૉસના અપકમિંગ એપિસોડમાં અદનાન સામી પરિવાર સાથે પોતાના નવા એલ્બમના પ્રમોશન માટે પહોંચ્યા.

બિગ બૉસ 13 ધીમે ધીમે પોતાના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યું છે. આગામી એપિસોડમાં સલમાન ખાન છેલ્લી વાર વીકએન્ડ કા વાર હોસ્ટ કરતો દેખાશે. શૉને લઈને દર્શકો વચ્ચે જબરજસ્ત ક્રેઝ બનેલો છે અને આનો લાભ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ ઉઠાવી રહ્યા છે. બિગબૉસના અપકમિંગ એપિસોડમાં અદનાન સામી પરિવાર સાથે પોતાના નવા એલ્બમના પ્રમોશન માટે પહોંચ્યા.

અદનાન સામી હાલ અદા શર્મા પર ફિલ્માવવામાં આવેલા ગીત તૂ યાદ આયાના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સિલસિલામાં તે સલમાન ખાનના સુપરહિટ ટીવી શૉમાં પહોંચી ગયા છે. તેની સાથે તેની પત્ની અને તેની દીકરી પણ આ મંચ પર પહોંચી. અદનાને પોતાની દીકરીને ખોળામાં લઈ સલમાન ખાનની સાથે ઊભા રહીને ફોટો લેવડાવ્યો. તેણે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શૅર કરતાં લખ્યું, "પાછલી રાત બિગબૉસ 13ના ઘરે મારા ભાઇ સલમાન ખાન સાથે. સલમાન ખાન સાથે વીકએન્ડ કા વાર જુઓ. અમે ખૂબ જ ફન કર્યો."

જણાવીએ કે કેટલાક દિવસો પહેલા જ સિંગરને પદ્મશ્રી અવૉર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી. તેના પછી કેટલાક ગણો દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવ્યો. અદનાન સિવાય શૉ પર શિલ્પા શેટ્ટી કુન્દ્રા પણ પોતાની ફિલ્મ હંગામા 2નું પ્રમોશન કરવા પહોંચશે.

કોણ થશે આ વીકએન્ડ કા વારમાં ઘરથી બહાર
શૉ તરફ જોઇએ તો સિદ્ધાર્થ શુક્લા, અસીમ રિયાઝ પારસ છાબરા, રશ્મિ દેસાઇ, આરતી દેસાઇ, આરતી સિંહ, માહિરા શર્મા અને શહેનાઝ ગિલ કૉમ્પિટીશનમાં જળવાયેલા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે છેલ્લા એવેક્શિનમાં આરતી, શહેનાઝ અને માહિરામાંથી કોઇ એકનો સફર ફિનાલેથી બરાબર પહેલા જ પૂરો થઈ શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK