Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આદિત્ય રૉય કપૂર જોવા મળશે એક્શન રોલમાં, વધારશે 10 કિલો વજન

આદિત્ય રૉય કપૂર જોવા મળશે એક્શન રોલમાં, વધારશે 10 કિલો વજન

05 May, 2019 06:41 PM IST |

આદિત્ય રૉય કપૂર જોવા મળશે એક્શન રોલમાં, વધારશે 10 કિલો વજન

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


બૉલીવૂડ સ્ટાર આદિત્ય રૉય કપૂર ખુબ જલ્દી એક અલગ લૂકમાં જોવા મળશે. મોહિત શૂરીના ડિરેક્શનમાં બની રહેલી રોમેન્ટીક હૉરર ફિલ્મ મલંગને લઈને આદિત્ય રૉય કપૂર તેમનું વજન 10 કિલો સુધી વધારી રહ્યા છે. આ પહેલા પણ ફિલ્મ ફિતૂર માટે આદિત્ય રૉય કપૂર વજન વધારી ચૂક્યા છે જો કે ફિલ્મ મલંગ માટે આદિત્ય રૉય કપૂરને પહેલા કરતા ઘણા મસ્ક્યૂલર બનવાની જરુર પડશે.

આદિત્ય રોય કપુરની સાથે અનિલ કપુર, દિશા પટની પણ જોવા મળશે



લવ ફિલ્મ અને ટીસીરીઝના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મ મલંગ એક રોમેન્ટિર હૉરર ફિલ્મ હશે જેમા આદિત્ય રૉય કપૂર સિવાય દિશા પટની, અનિલ કપૂર અને કૃણાલ ખેમૂ પણ જોવા મળશે. ફિલ્મ વિશે વાત કરતા આદિત્ય રૉય કપૂરે કહ્યું હતું કે, મલંગ એક ડાર્ક થ્રિલર છે આ સાથે ફિલ્મમાં એક લવસ્ટોરી પણ જોવા મળશે. આ ફિલ્મ એવી હશે જેમાં એક રોમેન્ટિક ફિલ્મને કોઈ થ્રિલર અને રિવેન્જ ડ્રામા સાથે મિલાવી દિધી હોય.


આ પણ વાંચો: તૈમુરના કારણે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા પાડોશીઓ

આદિત્ય રોય પહેલીવાર એક્શન ફિલ્મ કરી રહ્યો છે


આદિત્ય રૉય કપૂરે કહ્યું હતું કે, આ ફિલ્મ ઘણી રસપ્રદ રહેશે. હું ઘણો રોમાચંક છું કારણ કે પહેલી વાર કોઈ એક્શન ફિલ્મ કરવા જઈ રહ્યો છું.' આદિત્ય રૉય કપૂર ફિલ્મમાં 2 અલગ અલગ લૂકમાં જોવા મળશે જેની માટે તે હાલ તૈયારી કરી રહ્યા છે અને પોતાનુ વજન વધારી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2019 06:41 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK