આદિત્ય રૉય કપૂરે ‘ઓમ : બૅટલ વિધિન’ માટે પોતાના ઘરને જ જિમ બનાવ્યું હતું. લૉકડાઉન હોવાને કારણે જિમ પણ બંધ હતાં. આ જ કારણસર સમયનો સદુપયોગ કરતાં તેણે ઘરે જ એક્સરસાઇઝ શરૂ કરી હતી. આ ફિલ્મને અહમદ ખાને પ્રોડ્યુસ અને કપિલ વર્માએ ડિરેક્ટ કરી છે. ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ થયું છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં આદિત્યએ કુંગ ફુ, તાઇ ચી અને શસ્ત્રોની તાલીમ લીધી હતી. એ સિવાય પ્રોડ્યુસરે બાંદરામાં એક ડાન્સ રિહર્સલ હૉલ બુક કર્યો હતો, જેમાં આદિત્યએ દરરોજ બે કલાક ચાર મહિના સુધી માર્શલ આર્ટ્સ, કાર્ડિયો અને સ્ટ્રેચિસની ટ્રેઇનિંગ લીધી હતી. આ સાથે તેણે રોલ માટે જોઈએ એવી બૉડી માટે એક ખાસ શેફને પણ રાખ્યો હતો, જે તેની ડાયટ મુજબ જમવાનું બનાવતો હતો. ફિલ્મના ક્લાઇમૅક્સનું શૂટિંગ ગોરેગામના ફિલ્મસિટીમાં ચાલી રહ્યું છે. શૂટિંગ માટે કોવિડ માટે જરૂરી દિશા-નિર્દેશનું પણ પાલન કરવામાં આવે છે. ટર્કીમાં પણ શૂટિંગ કરવામાં આવશે અને ત્યાર બાદ ફિલ્મ પૂરી થશે.
Gauahar Khan Father Passes Away: ગૌહર ખાનના પિતાનું થયું નિધન
5th March, 2021 12:21 ISTTotal Timepaas: રાકેશ રોશને લીધી કોવિડની વૅક્સિન, ડિલિવરી બાદ પાર્ટી કરતી જોવા મળી કરીના
5th March, 2021 12:17 ISTરેશમા આપાને કારણે બૉમ્બે બેગમ્સની લીલીમાં જાન પૂરી શકી છું: અમૃતા સુભાષ
5th March, 2021 12:07 ISTકંગના રનોટ વિરુદ્ધ મુંબઈ પોલીસે કોર્ટમાં ફાઇલ કર્યો રિપોર્ટ
5th March, 2021 12:04 IST