Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાર દેશમાં ઑનલાઇન ફિલ્મોના ટૉપ ટેન લિસ્ટમાં 'મલંગ'

બાર દેશમાં ઑનલાઇન ફિલ્મોના ટૉપ ટેન લિસ્ટમાં 'મલંગ'

20 May, 2020 10:24 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બાર દેશમાં ઑનલાઇન ફિલ્મોના ટૉપ ટેન લિસ્ટમાં 'મલંગ'

દિશા પટની અને આદિત્ય રૉય કપૂર (તસવીર: મિડડે આર્કાઈવ્સ)

દિશા પટની અને આદિત્ય રૉય કપૂર (તસવીર: મિડડે આર્કાઈવ્સ)


મોહિત સૂરિની ‘મલંગ’ની સીક્વલ પર હાલમાં કામ ચાલી રહ્યું છે. આદિત્ય રૉય કપૂર, દિશા પટની, અનિલ કપૂર અને કુણાલ ખેમૂ અભિનિત આ મ્યુઝિકલ, રોમૅન્ટિક, ઍક્શન-થ્રિલર ફિલ્મ આ વર્ષની શરૂઆતમાં આવી હતી અને એણે બૉક્સ-ઑફિસ પર ૫૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મને હાલમાં જ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી.

આ વિશે વાત કરતાં પ્રોડ્યુસર અંકુર ગર્ગે કહ્યું કે ‘અમારી ફિલ્મ ‘મલંગ’ને દર્શકોએ થિયેટર્સમાં જે રિસ્પૉન્સ આપ્યો હતો એના અમે આભારી છીએ અને હવે ઑનલાઇન પણ એને ખૂબ સારો રિસ્પૉન્સ મળી રહ્યો છે. લોકો નેટફ્લિક્સ પર ‘મલંગ’ એન્જૉય કરી રહ્યા છે ત્યારે અમે ‘મલંગ 2’ પર કામ કરી રહ્યા છીએ. મોહિત સૂરિ અને લવ રંજન એની સીક્વલ પર કામ કરી રહ્યા છે અને એની ડિટેલ્સ બહુ જલદી જાહેર કરવામાં આવશે.’



મોહિત સૂરરિની ‘મલંગ’ને ૧૨ દેશમાં ઑનલાઇન ફિલ્મોના ટૉપ ટેન લિસ્ટમાં સ્થાન મળ્યું છે. આ ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર, કુણાલ ખેમુ અને દિશા પટણીએ કામ કર્યું હતું. આ ફિલ્મને વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ૧૫ મેએ રિલીઝ કરવામાં આવી હતી. એ હાલમાં ઇન્ડિયામાં ટૉપ ટેનમાં પહેલા ક્રમે છે. આ સાથે જ તે અન્ય ૧૧ દેશોમાં પણ ટૉપ ટેનમાં છે. આ દેશોમાં યુએઈ, કૅનેડા, સિંગાપોર, મલેશિયા, ન્યુ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, કેન્યા, કતાર, પાકિસ્તાન અને બંગલા દેશનો સમાવેશ છે.


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2020 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK