લગ્નમાં વરમાળા દરમ્યાન આદિત્ય નારાયણનો પાયજામો ફાટી ગયો હતો. એ ઘટના તેના જીવનની શરમજનક ઘટનામાંની એક છે. તેણે ગર્લફ્રેન્ડ શ્વેતા અગરવાલ સાથે પહેલી ડિસેમ્બરે લગ્ન કરી લીધાં હતાં. એ વખતની ઘટનાને યાદ કરતાં આદિત્ય નારાયણે કહ્યું હતું કે ‘વરમાળા દરમ્યાન મારા ફ્રેન્ડ્સ જ્યારે મને ઊંચકી રહ્યા હતા એ વખતે જ મારો પાયજામો ફાટી ગયો હતો. એ ખૂબ જ શરમજનક હતું. એ વખતે સમજમાં ન આવ્યું કે શું કરવુ. મેં મારા મેકઅપ પર્સનનો પાયજામો ટ્રાય કર્યો, પણ એ ફિટ બેઠો નહીં. લકીલી મારા ફ્રેન્ડ ચિન્કુનો પાયજામો મને બરાબર બંધ બેઠો હતો. એથી બધી રસમ મેં તેનો પાયજામો પહેરીને કરી હતી. આ ઘટના મારા જીવનની સૌથી શરમજનક ઘટનામાંની એક રહેશે.’
નેહા કક્કર લગ્નમાં ન આવી, તો નારાજ થયો આદિત્ય નારાયણ, જુઓ વીડિયો
20th December, 2020 16:06 ISTAditya Narayanએ શૅર કરી હનીમૂનની ક્યૂટ તસવીર અને પૂછ્યો આ સવાલ
19th December, 2020 14:44 ISTફ્લૅટની કિંમત ઓછી આંકતા મીડિયા પર કટાક્ષ કર્યો આદિત્ય નારાયણે
10th December, 2020 18:26 ISTલગ્નના બીજા દિવસે આદિત્ય નારાયણએ પત્નીને આપી ધમકી
6th December, 2020 17:26 IST