બાવરા દિલમાં આદિત્ય અને કિંજલ જમાવશે જોડી

Published: 15th January, 2021 18:01 IST | Mumbai correspondent | Mumbai

ખાસ કરીને તો એટલા માટે કે મને 26 વર્ષના શિવાનું પાત્ર ભજવવા મળશે જે બંડખોર સેલ્ફ-મેડ વ્યક્તિ છે. જે બહારથી તો કઠોર દેખાય છે, પરંતુ તેની અંદર એક બાળક સમાયેલો છે.

બાવરા દિલમાં આદિત્ય અને કિંજલ જમાવશે જોડી
બાવરા દિલમાં આદિત્ય અને કિંજલ જમાવશે જોડી

કલર્સ ચૅનલ પર જલદી શરૂ થનાર ‘બાવરા દિલ’માં આદિત્ય રેડીજ અને કિંજલ ધામેચાની જોડી જોવા મળશે. આ શોમાં શિવા લશ્કરે અને સિદ્ધિ ગોકર્ણના પાત્રમાં તેઓ દેખાશે. શિવા પાવરફુલ પર્સનાલિટી ધરાવે છે અને તેની છબી એક ગુસ્સાવાળા માણસની છે. જોકે તેનું દિલ સાફ છે પરંતુ તેના ઉગ્ર સ્વભાવને કારણે હંમેશાં લોકો સાથે તેની ગેરસમજ થાય છે. પોતાના પાત્ર વિશે આદિત્યએ કહ્યું હતું કે ‘કલર્સ પર મારા આ નવા શોને લઈને હું ખૂબ ઉત્સાહિત છું. ખાસ કરીને તો એટલા માટે કે મને 26 વર્ષના શિવાનું પાત્ર ભજવવા મળશે જે બંડખોર સેલ્ફ-મેડ વ્યક્તિ છે. જે બહારથી તો કઠોર દેખાય છે, પરંતુ તેની અંદર એક બાળક સમાયેલો છે. કલર્સ સાથે મેં જ્યારે છેલ્લે કામ કર્યું હતું એ શો ખૂબ જ સફળ રહ્યો હતો. મને પૂરી ખાતરી છે કે આ શો અને મારો પર્ફોર્મન્સ પણ લોકોને ખૂબ પસંદ પડશે.’
તો બીજી તરફ સિદ્ધિ ગોકર્ણ એક એજ્યુકેટેડ અને હોશિયાર પોતાના આદર્શો અને ન્યાયથી ચાલનારી યુવાન મહિલા છે. શિવા અને સિદ્ધિના સંબંધોની શરૂઆત પણ ખોટી રીતે થાય છે. એથી પરસ્પર નફરત વધતી જ જાય છે. એ વિશે કિંજલે કહ્યું હતું કે ‘શો ‘બાવરા દિલ’માં કામ કરવાને લઈને હું ઉત્સાહિત છું. મારો આ પહેલો શો છે. મારું સપનું પૂરું થયું છે. સિદ્ધિ એક સ્ટ્રૉન્ગ અને અનોખું પાત્ર હોવાથી એનો રોલ મારા માટે ખૂબ સ્પેશ્યલ છે. તે કોઈ પણ સ્થિતિમાં ખરી વસ્તુઓનો જ સાથ આપે છે. તે ઉગ્ર, દૃઢનિશ્ચયી અને સાથે જ પ્રામાણિક પણ છે. આ પાત્રએ મને ખૂબ પ્રભાવિત કરી છે. હું ખૂબ આતુર છું કે મારા ફૅન્સ ફાઇનલી ટીવી પર આ શો જુએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK