ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સૌને પોતાની અંદર સમાવી લે છે: અદિતિ રાવ હૈદરી

Published: 18th September, 2020 19:26 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

હાલમાં બૉલીવુડને લઈને ખૂબ ઝેર ઓકવામાં આવી રહ્યું છે

અદિતિ રાવ હૈદરી
અદિતિ રાવ હૈદરી

અદિતિ રાવ હૈદરીનું માનવું છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તમામ લોકોને પોતાની અંદર સમાવી લે છે. હાલમાં બૉલીવુડને લઈને ખૂબ ઝેર ઓકવામાં આવી રહ્યું છે. એ વિશે અદિતિએ કહ્યું હતું કે ‘આશા રાખું છું કે એક દિવસ આ બધી વસ્તુઓનો ઉકેલ આવી જશે. કોઈ પણ ઇન્ડસ્ટ્રી દોષરહિત નથી હોતી. આપણે માનવ છીએ અને ભૂલો કરીએ છીએ. આપણામાં પણ ખામીઓ છે. કેટલીક બાબતો છે જેના પર ચર્ચા કરવાની જરૂર છે, પરંતુ આપણી ઇન્ડસ્ટ્રીની એક સારી બાજુ પણ છે. આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ. આપણે પ્રામાણિક છીએ, એકબીજાની પડખે ઊભા રહીએ છીએ. લોકો ભલે કંઈ પણ કહે, પરંતુ આપણે એકબીજાને સાથસહકાર આપીએ છીએ.’

હાલમાં બૉલીવુડમાં ઇનસાઇડર-આઉટસાઇડરને લઈને ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. એ સંદર્ભે અદિતિએ કહ્યું હતું કે ‘લોકો ઇનસાઇડર-આઉટસાઇડર બાબત પર ચર્ચા કરે છે. હું એટલું જરૂર કહીશ કે ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા લોકો છે જેમને હું મુસીબત સમયે કૉલ કરી શકું છું. હું બહારથી આવેલી હોવા છતાં પણ તેઓ મારી મદદ કરે છે. જોકે હું નથી માનતી કે હું આઉટસાઇડર છું. મારું તો એટલું જ માનવું છે કે ઇન્ડસ્ટ્રી સૌકોઈને પોતાનામાં સમાવી લેવાનું સ્થાન છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK