અધ્વિક મહાજન ૨૦૨૦ને કહે છે, થૅન્ક યુ!

Published: 5th January, 2021 18:15 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

ગયા વર્ષે લૉકડાઉન દરમ્યાન રશ્મિ દેસાઈ સાથે શૉર્ટ ફિલ્મ બનાવનાર અને અક્ષયની ફિલ્મ લક્ષ્મીમાં નાના રોલમાં દેખાયેલા અધ્વિક મહાજનનું માનવું છે કે ૨૦૨૦ તેને માટે પ્રોડક્ટિવ રહ્યું છે

અધ્વિક મહાજન
અધ્વિક મહાજન

‘બાની - ઇશ્ક દા કલમા’, ‘દિવ્યા દૃષ્ટિ’ ટીવી-શોથી જાણીતો બનેલો અધ્વિક મહાજન હવે ઝીટીવીના શો ‘તેરી મેરી એક જિંદરી’માં લીડ રોલ ભજવવાનો છે. જાન્યુઆરીના અંતે લૉન્ચ થનારી શ્રેણી ‘તેરી મેરી એક જિંદરી’ પંજાબનું બૅકડ્રૉપ ધરાવતી લવ-સ્ટોરી છે જેમાં અધ્વિક સાથે અમનદીપ સંધુની જોડી છે. અધ્વિકે ગયા વર્ષે લૉકડાઉનમાં ‘તમસ’ નામની શૉર્ટ ફિલ્મ બનાવી હતી જેમાં તેની સાથે રશ્મિ દેસાઈ છે, તો હૉટસ્ટાર પર આવેલી અક્ષયકુમારની ફિલ્મ ‘લક્ષ્મી’માં પણ અધ્વિકે નાનકડો રોલ કર્યો છે એટલે તેનું માનવું છે કે ૨૦૨૦ તેને માટે પ્રોડક્ટિવ વર્ષ રહ્યું છે.

નવા વર્ષને વધાવતાં અધ્વિક કહે છે, ‘૨૦૨૦ મોટા ભાગના લોકો માટે બહુ મુશ્કેલ વર્ષ રહ્યું છે, પણ મારા માટે પ્રોડક્ટિવ રહ્યું એમ કહી શકાય. મેં મારી

પહેલી શૉર્ટ ફિલ્મ બનાવી જેને મારા પરિવાર, મિત્રો અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. મેં લૉકડાઉન દરમ્યાન મારી ફિટનેસ અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપ્યું જે મને ઘણા સમયથી કરવાની ઇચ્છા હતી. તો ૨૦૨૧માં ‘તેરી મેરી એક જિંદરી’ શો મળ્યો અને દર્શકો એને પણ આવકારશે એવી આશા છે. હું ૨૦૨૧ની શરૂઆત તિરુપતિ બાલાજીથી કરીશ અને એવા દરેકની ખુશી માટે પ્રાર્થના કરીશ જેઓ મુશ્કેલ તબક્કામાંથી પસાર થયા હોય.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK