Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાંચ તેલુગુ ફિલ્મ સાઇન કરી અદા શર્માએ

પાંચ તેલુગુ ફિલ્મ સાઇન કરી અદા શર્માએ

27 February, 2021 03:48 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંચ તેલુગુ ફિલ્મ સાઇન કરી અદા શર્માએ

અદા શર્મા

અદા શર્મા


અદા શર્માએ જાહેરાત કરી છે કે તેણે પાંચ તેલુગુ ફિલ્મો સાઇન કરી છે. ૨૦૧૬માં રિલીઝ થયેલી તેલુગુ થ્રિલર ફિલ્મ ‘ક્ષણમ’ને પાંચ વર્ષ થયાં છે. એને જોતાં એ ફિલ્મની થોડી ઝલક અદાએ શૅર કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અદિવી સેશ લીડ રોલમાં હતો. આ ફિલ્મની કેટલીક ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અદાએ કૅપ્શન આપી હતી કે ‘મારી ફિલ્મ ‘ક્ષણમ’ને પાંચ વર્ષ થતાં હું જણાવવા માગું છું કે મેં પાંચ તેલુગુ ફિલ્મો સાઇન કરી છે. મેં જ્યારે કોઈ પણ ભાષામાં કંઈ પણ નવું કરવાનો પ્રયાસ કર્યો છે તમે લોકોએ મને ખૂબ પ્રેમ અને સપોર્ટ આપ્યો છે. હું હવે જે ફિલ્મો કરવાની છું એવી ફિલ્મો મેં અગાઉ કદી પણ નથી કરી.’


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2021 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK