ન્યૂ યર પાર્ટીમાં કોણ કરશે કેટલી કમાણી?

Published: 11th December, 2012 05:00 IST

બૉલીવુડની હિરોઇનોને ૩૧ ડિસેમ્બરની રાતે ધમાકેદાર ડાન્સ કરવા માટે સારીએવી રકમ મળતી હોય છે. આ વખતે પણ સની લીઓની, સમીરા રેડ્ડી, પરિણીતી ચોપડા, પ્રાચી દેસાઈ અને શ્વેતા તિવારી એક રાત્રે પર્ફોમન્સ કરીને લાખો રૂપિયાની કમાણી કરી લેવાની છે




૧ કરોડ - સની લીઓની


‘જિસ્મ ૨’થી બૉલીવુડમાં હિરોઇન તરીકે આવેલી આ પૉર્નસ્ટાર પાસે આ વખતે પર્ફોર્મન્સ માટે ઘણીબધી ઑફર્સ આવી હતી. જોકે પૈસાના મામલે એકદમ સ્પષ્ટ વલણ ધરાવતી સનીએ આ વખતે દિલ્હીના એક કાર્યક્રમમાં એક કરોડ રૂપિયા ફી લઈને પર્ફોર્મન્સ આપવાનો નર્ણિય લીધો હોવાની માહિતી મળી છે.

૫૦ લાખ - સમીરા રેડ્ડી


આ ૩૧ ડિસેમ્બરે સમીરા રેડ્ડી માંડ દસ મિનિટ માટે લખનઉના એક કાર્યક્રમમાં ડાન્સ કરીને પચાસ લાખ રૂપિયા જેટલી મોટી રકમ લઈ જશે.

૧૦ લાખ - પરિણીતી ચોપડા


પરિણીતીએ તેની કરીઅરનો પહેલો ૩૧ ડિસેમ્બરનો ડાન્સ-પર્ફોર્મન્સ કરવા માટે લોનાવલા નજીકના એક સ્થળની પસંદગી કરી છે. મળતી માહિતી પ્રમાણે તે અને ‘ઇશકઝાદે’નો તેનો સહકલાકાર અજુર્ન કપૂર અહીં સાથે પર્ફોર્મન્સ આપવાનાં છે જેના માટે તેને દસ લાખ રૂપિયા જેટલી ફી મળવાની છે.

૫૧ લાખ - પ્રાચી દેસાઈ


પ્રાચી મુંબઈની એક ક્લબમાં પર્ફોર્મન્સ આપવાની તૈયારી કરી રહી છે. ભૂતકાળમાં પ્રાચીને ઑફર્સ મળી હોવા છતાં તેણે આના માટે ના પાડી દીધી હતી, પણ આ વખતે તેણે પહેલી વાર તૈયારી બતાવી છે. પ્રાચીએ તેના પર્ફોર્મન્સ માટે ૫૧ લાખ રૂપિયા ચાર્જ કર્યા હોવાની માહિતી મળી છે.

૪૮ લાખ - શ્વેતા તિવારી


ભોજપુરી સિનેમાની ક્વીન ગણાતી શ્વેતા તિવારી દેહરાદૂન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ૩૧ ડિસેમ્બરે પર્ફોર્મ કરવાની છે. તેણે ૪૮ લાખ રૂપિયામાં આ ડીલ સાઇન કરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK