તૈમૂર જેવી દેખાય છે આ બૉલીવુડ એક્ટ્રેસ, જાણો કોણ છે આ ક્યૂટ ગર્લ

Updated: Sep 12, 2019, 15:12 IST | મુંબઈ

બાળપણની તસવીરમાં બૉલીવુડની અભિનેત્રી તારા સુતારિયાને એના ફૅન્સ ઓળખી નથી રહ્યા. કેટલાક ફેન્સે એને પાર્લે ગર્લ સમજી લીધી તો કેટલાકે એને તૈમૂરની કૉપી બતાવી છે.

તારા સુતારિયા
તારા સુતારિયા

બાળપણની તસવીરમાં બૉલીવુડ અભિનેત્રી તારા સુતારિયાને એના ફૅન્સ ઓળખી જ નથી રહ્યા. ત્યારે કેટલાક ફેન્સે એને પાર્લે ગર્લ સમજી લીધી તો કેટલાકે એને તૈમૂરની કૉપી બતાવી છે. હકીકતમાં, સોશિયલ મીડિયા પર તારાની બાળપણની તસવીર જોઈને ફૅન્સ જાત-જાતના રિએક્શન્સ આપી રહ્યા છે.

દિગ્ગજ ફિલ્મ નિર્માતા કરણ જોહરની 'સ્ટૂડન્ટ ઑફ ધ યર 2'થી બૉલીવુડમાં એન્ટ્રી કરનારી તારા સુતારિયા હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહેનારી તારા સુતારિયાએ હાલમાં જ એક પોસ્ટ શૅર કરી છે, જેને જોઈને ફૅન્સ જાત-જાતના કોમ્પ્લીમેન્ટ્સ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવતા જ આ પોસ્ટ વાયરલ થઈ ગઈ છે.

 
 
 
View this post on Instagram

Cub/Pup

A post shared by TARA💫 (@tarasutaria) onSep 11, 2019 at 5:30am PDT

તારા સુતારિયાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી પોતાના બાળપણની તસવીર શૅર કરી છે. આ પોસ્ટ શૅર થતા જ ફૅન્સે વખાણ કરવાના શરૂ કરી દીધા. પોસ્ટને 2 લાખથી વધારે લોકોએ લાઈક કરી છે. જ્યારે મોટી સંખ્યામાં ફૅન્સ એને ક્યૂટ અને સુંદર જણાવી રહ્યા છે. એક ચાહકે પોસ્ટર પર રિપ્લાય આપતા લખ્યું કે આ તો પાર્લે જી વાળી બાળકી છે. એવી જ રીતે બીજા ચાહકે લખ્યું આ તો તૈમૂર અલી ખાન જેવી દેખાય રહી છે.

આ પણ જુઓ : 'No Smoking' એડની આ ક્યૂટ ગર્લ યાદ છે? હાલ દેખાઈ રહી છે આટલી ગ્લેમરસ

જણાવી દઈએ કે તારા સુતારિયા મરજાવાં ફિલ્મની શૂટિંગ બાદ એના પેચઅપ અને પ્રમોશનની તૈયારીઓમાં વ્યસ્ત ચાલી રહી છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને રિતેશ દેશમુખ મુખ્ય ભૂમિકામાં નજર આવવાના છે. ફિલ્મ નવેમ્બરમાં પડદા પર જોવા મળશે. એ સિવાય તારા પાસે આરએક્સ 100 ફિલ્મ પણ છે. જ્યાં સુનીલ શેટ્ટી સાથે પણ એક ફિલ્મમાં નજર આવશે. આ બન્ને ફિલ્મની શૂટિંગ જલદી જ શરૂ થવાની છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK