Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રિલેશનશીપને લીધે ચર્ચામાં આવવાનો ડર છે અભિનેત્રી તાસપી પન્નૂને

રિલેશનશીપને લીધે ચર્ચામાં આવવાનો ડર છે અભિનેત્રી તાસપી પન્નૂને

12 May, 2020 01:20 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રિલેશનશીપને લીધે ચર્ચામાં આવવાનો ડર છે અભિનેત્રી તાસપી પન્નૂને

બેડમિન્ટ પ્લેયર મૈથિયસ બોઈ અને તાપસી પન્નુ

બેડમિન્ટ પ્લેયર મૈથિયસ બોઈ અને તાપસી પન્નુ


બોલીવુડમાં રિલેશનશીપ સ્ટેટસ સતત બદલાતા રહે છે અને ઘણીવાર તો કોઈને ખબર પણ નથી પડતી કે અભિનેતા અથવા અભિનેત્રીને કોઈની સાથે પ્રેમ હતો. પરંતુ બોલીવુડ સ્ટાર્સ તેમની પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહેતા જ હોય છે. તાજેતરમાં અભિનેત્રી તાપસી પન્નૂની પર્સનલ લાઈફ બહુ ચર્ચામાં છે. દરમ્યાન અભિનેત્રીએ તેના રિલેશનશીપની વાતને પુષ્ટિ આપી છે. 'પિન્કવિલા'ને આપેલા ઈન્ટરવ્યુમાં તાપસીએ પોતે કબુલ્યું છે કે તે બેડમિન્ટન પ્લેયર મૈથિયસ બોઈને ડેટ કરી રહી છે અને આ વિષે તેના પરિવારને પણ ખબર છે.

ઈન્ટરવ્યુમાં તાપસીએ પોતાના અંગત જીવનની કેટલીક વાતોના ખુલાસા કરતા કહ્યું હતું કે, હું કોઈનાથી કંઈ છુપાવવા નથી માંગતી. મારા જીવનમાં એક ખાસ વ્યક્તિ છે અને તેને અપનાવતા હું ગર્વ અનુભવુ છું. પરંતુ હું આ વિષે એટલે વાત કરવા એટલે નથી માંગતી કારણકે હું ચર્ચામાં આવી જઈશ. મારા રિલેશનશીપ પર હેડલાઈન્સ બનશે. હું આજે જ્યાં પણ પહોચી છું ત્યા મારી મહેનતને લીધ પહોચી છું. મારા કામ સાથે કોઈ પ્રકાની બાંધછોડ કરવામાં આવે કે પછી હું રિલેશનશીપમાં આવી ગઈ છું એટલે મારી ઈમેજ ખરાબ કરવામાં આવે તેવું નથી ઈચ્છતી હું. મારી જીંદગીમાં જે વ્યક્તિ છે તેના વિષે મારા પરિવારને પણ ખબર છે. મારા માટે એ બહુ મહત્વનું છે કે મારા પરિવારને એ વ્યક્તિ ગમે જેની સાથે હું છું. તેમને ખબર હોવી જોઈએ કે હું કોની સાથે છું. મને હજુ પણ એ વાક્ય યાદ છે: હું કહેતી કે, મમ્મી પપ્પા નહીં માને તો મને નથી લાગતુ કે રિલેશનશીપમાં કઈ થઈ શકે.



તાપસીના માતાંને જ્યારે તેના રિલેશનશીપ વિષે પુછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, મને મારી દિકરી પર પુરો વિશ્વાસ છે અને મને ખબર છે કે એ જેને પણ પસંદ કરશે અમે તેનો સાથ આપીશું. લગ્ન વિષે તાપસીની માતા નિર્મલજીત કૌરે કહ્યું હતું કે, અમારા તરફથી લગ્ન માટે તાપસી પર કોઈ દબાણ નથી. પરંતુ અમે લગ્ન બાબતે એની સાથે ઘણી વાત જરૂર કરી છે. બાકી એ તો તાપસી પર આધાર છે કે તે ક્યારે લગ્ન કરવા માંગે છે.


લગ્ન બાબતે તાપસીનું કહેવું છે કે, લગ્ન માટે મારા પરિવાર તરફથી કોઈ જાતનું દબાણ કરવામાં નથી આવતું. હું મારા લગ્ન બહુ ધામધુમથી નથી કરવા માંગતી. એકદમ શાંતિથી માત્ર એક દિવસના લગ્ન. લગ્નમાં ફક્ત પરિવારની હાજરી હોવી જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2020 01:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK