શું તમે જાણો છો રિચા ચઢ્ઢાને પ્રપોઝ કર્યા પછી અલી ફઝલ કેમ સૂઈ ગયો હતો

Updated: 1st July, 2020 12:33 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

લૉકડાઉન પહેલા રિચા ચઢ્ઢા અને અલી ફઝલ માલદીવ્સ ફરવા ગયા હતા અને ત્યા જ અલીએ પ્રપોઝ કર્યો હતો

રિચા ચઢ્ઢા અને અલી ફઝલ
રિચા ચઢ્ઢા અને અલી ફઝલ

અભિનેત્રી રિચા ચઢ્ઢા અને અલી ફઝલ તેમની રિલેશનશિપને લીધે હંમેશા ચર્ચામાં હોય છે. આ પ્રેમી યુગલ એપ્રિલ મહિનામાં પ્રભુતામાં પગલા પાડવાનું હતું. પરંતુ કોરોના વાયરસને લીધે લાદવામાં આવેલા લૉકડાઉનને લીધે તેમના લગ્ન સ્થગિત કરવામાં આવ્યા છે. બન્ને જણ રિલેશન વિશે હંમેશા ખુલીને વાતો કરતા હોય છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેમના રિલેશનશિપ વિશે એક નવો ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે, પ્રપોઝ કર્યા પછી અલી ફઝલે શું કર્યું હતું.

લૉકડાઉન પહેલા રિચા ચઢ્ઢા અને અલી ફઝલ માલદીવ્સ વેકેશન માણવા ગયા હતા. ત્યારે અલીએ રિચાને પ્રપોઝ કર્યો હતો અને તેણે તરત હા પણ પાડી દીધી હતી. પરંતુ અલી પ્રપોઝ કર્યા પછી 10 મિનિટ સૂઈ ગયો હતો.

રિચાએ કહ્યું હતું કે, અમારી પ્રથમ મુલાકાત ફિલ્મ 'ફુકરે'ના સેટ પર 2013માં થઈ હતી. અલી સેટ પર આવ્યો અને દરવાજાની પેનલ પર પુલઅપ કરવા લાગ્યો ત્યારે મેં કહ્યું કે, આ યોગ્ય નથી. તો તેણે કહ્યું, હું કુલ બનવા માટે આવુ કરુ છું. બસ ત્યારબાદ અમારા બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી.

Richa & Ali

રિચા અને અલીની પહેલી મુલાકાત ફિલ્મ 'ફુકરે'ના સેટ પર થઈ હતી

અલી ફઝલે કહ્યું હતું કે, એક દિવસ મેં રિચાને મેસેજ કર્યો કે હું તારા ઘરની આસપાસ જ છું અને એક કપ કૉફી પીવાની ઈચ્છા છે. મારા નસીબ સારા કે એણે હા પાડી દીધી. પરંત હકીકતમાં હું એના ઘરની નજીક હતો જ નહીં. પણ પછી હું ફટાફટ ડ્રાઈવ કરીને તેના ઘરે પહોચ્યો અને એ સાંજે અમે બે કલાક જેવો સમય સાથે પસાર કર્યો. બહુ બધી વાતો કરી. જોકે, મને રિચાને આઈ લવ યુ કહેવામાં ત્રણ મહિના લાગ્યા હતા. છેવટે 20178માં બન્નેએ રિલેશનશિપને ઓફિશ્યલ જાહેર કરી હતી.

રિચાએ કહ્યું હતું કે, માલદીવ્સના એક આઈલેન્ડ પર અલીએ રૉમેન્ટિક ડિનર પ્લાન કર્યું હતું. મને થયું કે મારા જન્મદિવસ માટે હશે. મને જરાય શક પણ નહોતો ગયો. અમે ડિનર કરી લીધું હતું અને શૅમ્પિન પીતા હતા. ત્યારે અચાનક અલીએ મને લગ્ન માટે પ્રપોઝ કર્યું. એ ઘુંટણ પર નહોતો બેઠો કે હાથમા વીંટી પણ નહોતી. પરંતુ લગ્નનું પુછીને તે દસ મિનિટ રેતી પર જ સૂઈ ગયો હતો. મને થયું કે કદાચ પ્રપોઝલને લીધે ચિંતામાં છે.

First Published: 1st July, 2020 12:20 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK