રાજશ્રી પ્રોડક્શનનો જાણીતો શો ‘વોહ રહનેવાલી મહલોં કી’માં અનુક્રમે રાણી અને પરી નામનાં પાત્રો ભજવીને લોકપ્રિય થનાર તથા વિષ્ણુ પુરાણ, જય ગંગા મૈયા, રાધાક્રિષ્ના જેવી ધાર્મિક સિરિયલમાં મહત્ત્વનાં પાત્રો ભજવનાર અભિનેત્રી રીના કપૂર નવા શોમાં લીડ કૅરૅક્ટર સાથે પાછી ફરી રહી છે.
આ નવા શોનું નામ ‘રંજુ કી બેટિયાં છે’ જેમાં રંજુનું પાત્ર રીના કપૂર ભજવી રહી છે. રીના કહે છે, ‘આ શોમાં રંજુની ચાર દીકરીઓ હોય છે. તે તેમને ઉછેરીને મોટી કરે છે. આ શો ટિપિકલ લવ સ્ટોરી નથી બલકે એક સિચુએશનલ સ્ટોરી છે. ભારતના ઘર-ઘરમાં ભજવાતી વાર્તા છે રંજુ કી બેટિયાં.’
રંજુનો પતિ તેને છોડીને ચાલી ગયો હોય છે. ત્યાર બાદ તે એક પુરુષની જેમ એકલી ચાર પુત્રીઓને મોટી કરે છે. મૂળ આ વાર્તા કહેતી ‘રંજુ કી બેટિયાં’નું શૂટિંગ ગુજરાતના રાજપીપળામાં થયું છે. રીના કહે છે, ‘ઑલમોસ્ટ વર્ષ પછી શૂટિંગ પર પાછા ફરવું સારું લાગી રહ્યું છે. મને આઉટડોર શૂટિંગ ગમે છે એટલે ખાસા સમય પછી ગુજરાતના ગામમાં શૂટિંગ કરવાની વધુ મજા આવી.’
હવે હસવા થઈ જાઓ તૈયાર, 'તારક મહેતા' શૉમાં આ એક્ટ્રેસ બનશે દયાબેન
27th February, 2021 11:34 ISTBigg Boss 14: વિજેતા બનતાં જ રુબિનાએ કર્યો પતિ સાથે લોકગીત પર ડાન્સ
27th February, 2021 10:41 ISTદર્શકો પસંદ કરી રહ્યા છે આ ટૉપ 5 શૉઝ, આ સીરિયલે મારી બાજી
26th February, 2021 16:39 ISTસોશ્યલ મીડિયાને લીધે ટૅલન્ટને ઓળખ મળી હોવાનું માને છે સિંગર આકૃતિ કક્કર
26th February, 2021 14:18 IST