Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Miss World 2000 ઈવેન્ટ પહેલા બળી ગઈ હતી પ્રિયંકા ચોપડા, કહ્યું...

Miss World 2000 ઈવેન્ટ પહેલા બળી ગઈ હતી પ્રિયંકા ચોપડા, કહ્યું...

20 February, 2021 12:54 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Miss World 2000 ઈવેન્ટ પહેલા બળી ગઈ હતી પ્રિયંકા ચોપડા, કહ્યું...

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા


વર્ષ 2000માં મિસ વર્લ્ડ (Miss World 2000)નો ખિતાબ જીત્યા બાદ ઈતિહાસ રચનારી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) દુનિયામાં પોતાની એક અલગ ઓળખ બનાવી ચૂકી છે. પ્રિયંકાએ બૉલીવુડથી લઈને હૉલીવુડ સુધીમાં પોતાની એક્ટિંગનો જલવો વિખેર્યો છે. તેણે વર્ષ 2000માં મિસ વર્લ્ડનો તાજ પ્રાપ્ત કર્યો હતો. તેમ જ પ્રિયંકાએ હાલમાં જ મિસ વર્લ્ડ ઈવેન્ટના દિવસો યાદ કર્યા છે. એટલું જ નહીં તે વખતે થયેલા એક અકસ્માત અંગે પણ ખુલ્સો કર્યો હતો. પ્રિયંકાએ ખુલાસો કર્યો કે મિસ વર્લ્ડનો ખિતાબ જીતવાથી પહેલા તેનો એક અકસ્માત થયો હતો.

 
 
 
View this post on Instagram

A post shared by Films | Love | Health (@filmystan123)




પ્રિયંકા ચોપડાએ હાલમાં જ જિમી ફૉલનનો શૉ 'ધ ટુનાઈટ શૉ'માં પોતાના મિસ વર્લ્ડ દરમિયાન લઈને ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે 'મિસ વર્લ્ડ'ના સ્ટેજ પર જવા પહેલા તે બળી ગઈ હતી, તેણે તેના પોતાના હેર કર્લ કરીને પોતાની બળેલી સ્કિન છુપાવી હતી. એને લઈને તે ઘણી હેરાન થઈને અહીંયા-ત્યાં ફરી રહી હતી. પ્રિયંકા ચોપડાએ કહ્યું, 'મેં પોતાના વાળને કર્લ કરવાની કોશિશ કરી રહી હતી અને તેની વચ્ચે કોઈએ મને ધક્કો માર્યો હતો અને ઉતાવળમાં મેં મારી જાતને બાળી નાખા અને સ્કિન પર ઈજા થઈ હતી.'

પ્રિયંકા ચોપડાએ આગળ જણાવ્યું કે, 'આ ઘટનાને કારણે મારા ચહેરાની સ્કિન ખરાબ રીતે બળી ગઈ હતી અને એક મોટો ડાઘ આવી ગયો હતો. મેં આ ડાઘને કન્સીલર અને વાળથી વચ્ચે છુપાવી દીધો હતો. જ્યારે પણ હું એ તસવીરને જોઉં છું તો મને યાદ આવી જાય છે કે કેવી રીતે મેં વાળને ઢાંક્યા હતા. આજે પણ હું તે દિવસને ભૂલી શકી નથી અને ન ભૂલ શકીશ.'


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2021 12:54 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK