અભિનેત્રી પૂજા બત્રાએ ગુપચુપ રીતે કર્યા આ અભિનેતા સાથે લગ્ન

શ્રીનગર | Jul 12, 2019, 16:37 IST

પૂજા બત્રાએ ગુપચુપ રીતે આ બોલીવુડ અભિનેતા સાથે લગ્ન કર્યા છે. જેની તસવીરો સામે આવી છે.

અભિનેત્રી પૂજા બત્રાએ ગુપચુપ રીતે કર્યા આ અભિનેતા સાથે લગ્ન
અભિનેત્રી પૂજા બત્રાએ ગુપચુપ રીતે કર્યા આ અભિનેતા સાથે લગ્ન

બોલીવુડ અભિનેત્રીઓમાં ગુપચુપ લગ્ન કરવા કોઈ નવી વાત નથી. હાલમાં જ ફિલ્મ અભિનેત્રી આરતી છાબરિયાએ અચાનક લગ્ન કરીને બધા લોકોને ચોંકાવી દીધા હતા અને હવે પૂજા બત્રાએ લગ્ન કર્યા છે. આ ખબરની પુષ્ટિ પૂજાની બેસ્ટ ફ્રેન્ડ અને કૉમેડિયન કૃષ્ણાની પત્ની કાશ્મીરા શાહે કરી છે.

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા કાશ્મીરાએ કહ્યું કે, "હું દુઆ કરું છું કે પૂજાને દુનિયાની તમામ ખુશીઓ મળે. જો દુનિયામાં કોઈ ખુશ રહેવાનું હકદાર છે તો તે પૂજા છે. બંનેના લગ્નથી હું ખૂબ જ ખુશ છું. નવાબનું અમારા પરિવારમાં સ્વાગત છે."

 
 
 
View this post on Instagram

Stars can’t shine without darkness ⭐️⭐️❤️🦋🦂🎩📸 by @buntyprashantstudio_official

A post shared by Nawab Shah (@nawwabshah) onJul 10, 2019 at 8:01am PDT


તમને જણાવી દઈએ કે પૂજા બત્રાએ બોલીવુડ અભિનેતા નવાબ શાહ સાથે જમ્મૂ કશ્મીરના શ્રીનગરમાં લગ્ન કર્યા છે. બંનેને લગ્ન પહેલા પણ સાથે જોવામાં આવ્યા હતા. લગ્ન બાદ નવાબે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં બંનેના માત્ર હાથ નજર આવી રહ્યા છે. પૂજાના હાથમાં માત્ર ચૂડો છે જ્યારે નવાબના હાથમાં વીંટી. જે બાદ બંનેએ સાથે કેટલાક ફોટોસ પણ શેર કર્યા છે.

 
 
 
View this post on Instagram

A story you can make a movie on ❤️🦋🥂🤪🎬🎥

A post shared by Nawab Shah (@nawwabshah) onJul 4, 2019 at 9:32am PDT


તમને જણાવી દઈએ કે પૂજા ગોવિંદા અને અનિલ કપૂર જેવા કલાકારો સાથે કામ કરી ચુકી છે. જો કે પૂજાની સફર બહુ લાંબી ન ચાલી અને બહુ ઓછા સમયમાં તેમણે બોલીવુડની દુનિયાથી અંતર બનાવી લીધું. પરંતુ અચાનક લગ્ન કરીને તે ફરી સમાચારોમાં આવી છે.

 
 
 
View this post on Instagram

Sea Sun Sand and a scorpion ❤️🦋🦂

A post shared by Nawab Shah (@nawwabshah) onJul 11, 2019 at 4:50am PDT


પૂજા બત્રાએ 2002માં ઑર્થોપેડિક સર્જન સોનૂ એસ આહલૂવાલિયા સાથે લગ્ન કર્યા હતા. જે બાદ તે બોલીવુડથી દૂર થઈ ગઈ છે. જો કે કેટલાક વર્ષો બાદ તેમના લગ્નજીવનમાં સમસ્યાઓ આવી અને વર્ષ 2011માં પૂજાએ છૂટાછેડા લઈ લીધા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK