Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના વાઇરસ:દરદીઓની સારસંભાળ લેતા મેડિકલ સ્ટાફની પ્રશંસા કરી પરિણીતીએ

કોરોના વાઇરસ:દરદીઓની સારસંભાળ લેતા મેડિકલ સ્ટાફની પ્રશંસા કરી પરિણીતીએ

16 March, 2020 04:23 PM IST | Mumbai
ANI

કોરોના વાઇરસ:દરદીઓની સારસંભાળ લેતા મેડિકલ સ્ટાફની પ્રશંસા કરી પરિણીતીએ

પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડા


પરિણીતી ચોપડાએ મેડિકલ સ્ટાફની પ્રશંસા કરી છે જે કોરોના વાઇરસના દરદીઓની કાળજી લઈ રહ્યા છે. પરિણીતીએ તેમની સરખામણી યુદ્ધના સૈનિકો સાથે કરી છે. એ વિશે વધુ જણાવતાં ટ્‍‍વિટર પર પરિણીતીએ ટ્વીટ કર્યું હતું કે ‘આપણા બધા પાસે જ્યારે ઘરોમાં રહેવાની સગવડ છે અને સમાચારોની રાહ જોઈએ છીએ ત્યારે હું એટલું જરૂર કહીશ કે વિશ્વના એ ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફ વિશે પણ અચૂકથી વિચારજો જેઓ પોતાના જીવના જોખમે પોતાની ફૅમિલીઝથી દૂર રહીને આપણી સલામતી વિશે વિચારે છે. યુદ્ધમાં આપણા સૈનિકોની જે સ્થિતિ હોaય છે એવી જ સ્થિતિ તેમની પણ છે. થૅન્ક યુ ગાઇઝ, તમારું આ ઋણ તો અમે કદી પણ ચૂકવી શકીશું નહીં. સૌને એટલું કહીશ કે જવાબદાર બનો, સોશ્યલાઇઝિંગ, પાર્ટી અને પહેલાં જેવી જ લાઇફ હાલમાં પણ જીવવી એના કારણે અન્ય લોકોના જીવ તમે જોખમમાં મૂકો છો. અન્ય દેશોમાં જે ચાલી રહ્યું છે એનાથી કંઈક શીખીએ. હમણાં જ આ બધુ બંધ કરીએ તો પાછળથી પસ્તાવાનો વારો ન આવે.’


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2020 04:23 PM IST | Mumbai | ANI

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK