વેટરન અભિનેત્રી નિમ્મીનું 87ની વયે નિધન, ઋષિ કપૂરે આપી શ્રદ્ધાંજલિ

Published: Mar 26, 2020, 11:54 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

રાજ કપૂરે ફિલ્મ 'બરસાત'માં તેમને પહેલો રોલ ઑફર કર્યો હતો. ફિલ્મ હિટ થયા પછી તેની પાસે ફિલ્મોના ઑફર્સની લાઇન લાગી ગઈ.

નિમ્મી (ફાઇલ ફોટો)
નિમ્મી (ફાઇલ ફોટો)

વિતેલા જમાનાની અભિનેત્રી નિમ્મીનું બુધવારે મુંબઇના હૉસ્પિટલમાં નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. નિમ્મી આરકે પરિવારની ખૂબ જ નજીક હતાં. ઋષિ કપૂરે ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

જાણીતી એભિનેત્રી નિમ્મીનું મુંબઇના હૉસ્પિટલમાં બુધવારે 87ની વયે નિધન થઈ ગયું છે. તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતાં. નિમ્મીના અંતિમ સંસ્કાર ગુરુવારે થશે. અભિનેતા ઋષિ કપૂરે ટ્વીટ કરીને નિમ્મીને શ્રદ્ધાંજલિ આપી છે.

રાજ કપૂરે ઑફર કર્યો હતો રોલ
નિમ્મીને રાજ કપૂરની પહેલી શોધ માનવામાં આવે છે. રાજ કપૂરે ફિલ્મ 'બરસાત'માં તેમને પહેલો રોલ ઑફર કર્યો હતો. ફિલ્મ હિટ થયા પછી તેની પાસે ફિલ્મોના ઑફર્સની લાઇન લાગી ગઈ. નિમ્મી આરકે ફેમિલીની ખૂબ જ નજીક હતી. અભિનેતા ઋષિ કપૂરે ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

ઋષિ કપૂરે ટ્વીટમાં કરી આ વાત
ઋષિ કપૂરે ટ્વીટમાં લખ્યું છે કે, "થેન્ક્યૂ નિમ્મી આન્ટી તે બધાં જ આશીર્વાદ અને પ્રેમ માટે જે તમે 'બૉબી'ના પ્રીમિયર રિલીઝ પર આપ્યો હતો. તમે આરકે ફેમિલીનો ભાગ હતા. 'બરસાત' તમારી પહેલી ફિલ્મ હતી. અલ્લાહ તમને જન્નત આપે, આમીન."

આ ફિલ્મો માટે કરવામાં આવે છે આજે પણ યાદ
નિમ્મીને 'ઉડન ખટોલા', 'આન', 'ભાઇ-ભાઇ', 'મેરે મહેબૂબ', અને 'પૂજા કે ફૂલ'માં ભજવેલા તેમના પાત્રો માટે આજે પણ યાદ કરવામાં આવે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK