Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોરોના-વેકેશન વચ્ચે મૌની રૉયે મહાદેવનાં પેઇન્ટિંગ્સ બનાવવાનું શરૂ કર્યુ

કોરોના-વેકેશન વચ્ચે મૌની રૉયે મહાદેવનાં પેઇન્ટિંગ્સ બનાવવાનું શરૂ કર્યુ

01 April, 2020 03:34 PM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

કોરોના-વેકેશન વચ્ચે મૌની રૉયે મહાદેવનાં પેઇન્ટિંગ્સ બનાવવાનું શરૂ કર્યુ

મૌની રૉય

મૌની રૉય


કોરોનાને કારણે સાવ અચાનક વેકેશન આવી જતાં અત્યારે બધાં ઍક્ટર્સ-ઍક્ટ્રેસ ઘરમાં આવી ગયાં છે, પણ ઘરમાં આવ્યા પછી સૌકોઈએ આ વેકેશનનો આનંદ પોતપોતાની રીતે લેવાનું શરૂ કરી દીધું છે. કોઈ કુકિંગનો આનંદ માણે તો કોઈ કુંભકર્ણની જેમ પોતાની અધૂરી ઊંઘ પૂરી કરી રહ્યાં છે.

mouni-roy



આ બધામાં મૌનીએ પોતાના ભુલાઈ ગયેલા શોખને ફરીથી જગાડીને પેઇન્ટિંગ શરૂ કર્યું છે. મૌનીને શિવજી પર અખૂટ શ્રદ્ધા છે. અત્યારે ઘરમાં લૉકડાઉન થયેલી મૌનીએ શિવજીનાં અલગ-અલગ પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું છે. મજાની વાત એ છે કે શિવજી અને પાર્વતનીના એક પેઇન્ટિંગમાં મૌનીએ પાર્વતીનું પેઇન્ટિંગ ડિટ્ટો પોતાની પ્રતિકૃતિ સમાન બનાવ્યું છે.


મૌનીની ઇચ્છા છે કે હવે તે પોતાનું પેઇન્ટિંગ છોડશે નહીં અને શિવજીના આ પેઇન્ટિંગનું એક એક્ઝિબિશન કરશે, જેમાં માત્ર ને માત્ર શિવજીનાં જ પેઇન્ટિંગ રાખશે. ટીવી પર તહેલકો મચાવી લીધા પછી મૌનીએ બૉલીવુડમાં એન્ટ્રી કરી અને તેણે અનેકને ઇમ્પ્રેસ કર્યાં હતાં. આવતા સમયમાં મૌની ‘બ્રહ્માસ્ત્ર’, ‘મોગલ’ અને ‘પૃથ્વીરાજ’ જેવી મોટા બજેટની ફિલ્મોમાં જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2020 03:34 PM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK