કીટો ડાયટે લીધો 27 વર્ષીય અભિનેત્રી મિષ્ટી મુખર્જીનો જીવ, મિષ્ટી ચક્રવર્તીને લોકો સમજી બેઠા મૃત

Published: 4th October, 2020 12:34 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સોશ્યલ મીડિયા પર લોકોને થયું કન્ફયુઝન: અભિનેત્રી મિષ્ટી ચક્રવર્તીએ કરવી પડી સ્પષ્ટતા કે, તે જીવતી છે

મિષ્ટી મુખર્જી
મિષ્ટી મુખર્જી

એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. બંગાળી અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી 27 વર્ષીય અભિનેત્રી મિષ્ટી મુખર્જી (Mishti Mukherjee)નું શુક્રવારે સાંજે બેંગલુરુમાં નિધન થઈ ગયું છે. રિપોર્ટ્સ અનુસાર, શનિવારે અભિનેત્રીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે. લાંબા સમયથી કીટો ડાયટ પર હોવાને લીધે અભિનેત્રીની કીડની ફેલ થઈ જતા મૃત્યું થયું છે. તો બીજી બાજુ સોશ્યલ મીડિયા પર લોકો અભિનેત્રી મિષ્ટી ચક્રવર્તી (Mishti Chakraborty)ને મૃત સમજી બેસતા અભિનેત્રીએ સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

2013માં ફિલ્મ 'મૈં કૃષ્ણા હું'થી બૉલીવુડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી મિષ્ટી મુખર્જીને કિડની સંબંધી સમસ્યા હતી અને તે છેલ્લા ઘણાં મહિનાથી કીટો ડાયટ પર હતી. ફિલ્મ 'મૈં કૃષ્ણા હું'માં ડાન્સ નંબર કર્યા બાદ મિષ્ટી મુખર્જી ડિરેક્ટર રાકેશ મહેતાની ફિલ્મ 'લાઈફ કી તો લગ ગઈ'માં કામ કર્યું હતું. મિષ્ટી મુખર્જી બોલ્ડ મ્યુઝિક અને આઈટમ નંબર્સમાં ઘણી જ પોપ્યુલર હતી. આ સિવાય તે અનેક મોટી પાર્ટીઝ અને ઈવેન્ટ્સમાં જોવા મળતી હતી.

વર્ષ 2014માં મિષ્ટી મુખર્જીનું એક મોટી કોન્ટ્રોવર્સીમાં નામ આવી ચૂક્યું છે. જે બાદ મુંબઈમાં તેના ઘરની તપાસમાં અનેક અશ્લીલ સીડી મળી આવી હતી. પોલીસે મિષ્ટીની આપત્તિજનક સ્થિતિમાં ધરપકડ કરી હતી. આ કેસમાં તેના પિતા અને ભાઈની પણ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ પછીથી જામીન પર છૂટી ગયા હતા.

અભિનેત્રી મિષ્ટી મુખર્જીના નિધનના સમાચાર આવ્યા બાદ સોશ્યલ મીડિયા પર યુઝર્સ એવું સમજી બેઠા હતા કે, બંગાળી અને હિન્દી ફિલ્મોની અભિનેત્રી મિષ્ટી ચક્રવર્તીનું મૃત્યુ થયું છે. ત્યારે અભિનેત્રીને સ્પષ્ટતા કરવાની જરૂર પડી હતી.

Mishti Chakraborty

મિષ્ટી ચક્રવર્તી

'વિકો ગર્લ'ના નામે પ્રખ્યાત અને બંગાલી, હિન્દી, તેલૂગૂ, મલયાલમ ફિલ્મો અભિનય કરનાર 27 વર્ષીય અભિનેત્રી મિષ્ટી ચક્રવર્તીએ ઈન્સ્ટાગ્રામ પર એક ફૅક રિપોર્ટની તસવીર શૅર કતરતા લખ્યું હતું કે, કેટાલક ફેક મીડિયા રિપોર્ટ મુજબ મારું નિધન થયું છે. પણ ભગવાનના આર્શિવાદ અને કૃપાથી હું જીવિત છું અને સ્વસ્થ છું. મારે જીવનમાં ખુબ આગળ વધવાનું છે મિત્રો.

તમને જણાવી દઈએ કે, 'વિકો ગર્લ'ના નામે પ્રખ્યાત મિષ્ટી ચક્રવર્તીએ 2014માં બંગાળી ફિલ્મ 'પોરિચોઈ'થી ડેબ્યૂ કર્યું હતું. તે સિવાય બૉલીવુડમાં 'કાંચી: ધઅનબ્રેકેબલ', 'ગ્રેન્ડ ગ્રાન્ડ મસ્તી', 'બેગમ જાન' અને 'મણિકર્ણિકા' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK