Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સેટ પર સમય મળે કે હું મારી ક્રીએટિવ સાઇડને એક્સપ્લોર કરું છું : માનુષી

સેટ પર સમય મળે કે હું મારી ક્રીએટિવ સાઇડને એક્સપ્લોર કરું છું : માનુષી

26 February, 2020 03:38 PM IST | Mumbai

સેટ પર સમય મળે કે હું મારી ક્રીએટિવ સાઇડને એક્સપ્લોર કરું છું : માનુષી

માનુષી છિલ્લર

માનુષી છિલ્લર


માનુષી છિલ્લર હાલમાં ઍક્ટિંગની સાથે ડૂડલ એટલે કે ડ્રૉઇંગ પર પણ તેના હાથ અજમાવી રહી છે. ૨૦૧૭માં મિસ વર્લ્ડ બન્યા બાદ માનુષીએ સોશ્યલ ઇશ્યુ પર કામ કર્યું હતું. ત્યાર બાદ બૉલીવુડમાં ડેબ્યુ કરવા માટે તેણે ઍક્ટિંગની ટ્રેઇનિંગ પણ લીધી હતી. તે હવે અક્ષયકુમાર સાથે યશરાજ ફિલ્મ્સની ‘પૃથ્વીરાજ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. ટીવી-સિરિયલ ‘ચાણક્ય’ને ડિરેક્ટ કરનાર ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે જેમાં તે પ્રિન્સેસ સંયોગિતાનું પાત્ર ભજવી રહી છે.

જોકે આ ફિલ્મના શૂટિંગ સાથે તે તેની અલગ ટૅલન્ટથી પણ તેના ચાહકોને રૂબરૂ કરાવી રહી છે. તે સેટ પર ડૂડલ એટલે કે ડ્રૉઇંગ કરી રહી છે. તેણે થોડા દિવસ પહેલાં જ તેની આંખ એક બોર્ડ પર બનાવી હતી. તેણે ગઈ કાલે પણ તેના લુકને બોર્ડ પર બનાવી ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. આ શૅર કરવાની સાથે બોર્ડ પર તેણે લખ્યું હતું કે ‘રૉર લાઇક અ લાયનેસ’ (સિંહણની જેમ ગર્જના કરવી). આ વિશે પૂછતાં માનુષીએ કહ્યું હતું કે ‘હું છેલ્લા ઘણા સમયથી ડૂડલ બનાવી રહી છું અને મને જ્યારે સમય મળે છે ત્યારે હું મારી ક્રીએટિવ સાઇડને એક્સપ્લોર કરવાની કોશિશ કરું છું. મારી સાથે હું બ્લૅક બોર્ડ અને ચોક હંમેશાં રાખું છું, કારણ કે ડૂડલ બનાવવાનું મને પસંદ છે.



આ પણ વાંચો : હાથી મેરે સાથી માટે 30 કિલો વજન ઉતારનાર રાણા દગુબટ્ટીએ કહ્યું...


મારા ડિરેક્ટર મને જ્યારે મળ્યા હતા ત્યારે તેમણે મને કહ્યું હતું કે ‘તું પ્રિન્સેસ સંયોગિતા છે. તારે એક સિંહણની જેમ ગર્જના કરવી જોઈએ.’ એ વાત હંમેશાં મારી સાથે રહી છે અને તેમના વિઝનને મેં સેટ પર રજૂ કરવાની કોશિશ પણ કરી છે. આ ખૂબ જ પાવરફુલ લાઇન છે. પ્રિન્સેસ સંયોગિતાની બહાદુરી આ લાઇન પરથી જોવા મળે છે અને એથી જ સ્ક્રીન પર તેને કેવી રીતે રજૂ કરવી એનો આઇડિયા મને મળી ગયો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2020 03:38 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK