મલ્લિકા શેરાવતે 11 વર્ષ પહેલા કમલા હેરિસ માટે કહેલી વાત આજે થઈ રહી છે વાયરલ

Published: 10th November, 2020 13:12 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેત્રીએ 2009માં કરેલી પોસ્ટ થઈ રહી છે વાયરલ, યુર્ઝસ તેની સરખામણી ક્રિકેટર જોફ્રા આર્ચર સાથે કરી રહ્યાં છે

તસવીર સૌજન્ય: મલ્લિકા શેરાવતે ફેસબુક પર કરેલ પોસ્ટ
તસવીર સૌજન્ય: મલ્લિકા શેરાવતે ફેસબુક પર કરેલ પોસ્ટ

ભારતીય મૂળના કમલા હેરિસ (Kamala Harris) અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયેલ પ્રથમ મહિલા છે. પરંતુ આ બાબતની આગાહી બૉલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવત (Mallika Sherawat)એ 11 વર્ષ પહેલાં જ કરી દીધી હતી. અભિનેત્રી સોશ્યલ મીડિયામાં 11  વર્ષ પહેલાં કરેલી પોસ્ટ અત્યારે વાયરલ થઈ છે અને યુર્ઝસ તેના પર જાતજાતની કમેન્ટ કરી રહ્યાં છે.

મલ્લિકા શેરાવતે 23 જૂન, 2009 નાં એક ટ્વીટમાં લખ્યું હતું, ‘કોઈ ફેન્સી ઇવેન્ટમાં કોઈ મહિલા સાથે મસ્તી કરવી, જે અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે. કમલા હેરિસ’. અભિનેત્રીએ 2009માં ટ્વીટ કર્યું ત્યારે કમલા હેરિસ સૅન ફ્રાન્સિસ્કોના ડિસ્ટ્રિક્ટ એટર્ની હતા.

2009ના આ ટ્વીટમાં અભિનેત્રીએ કમલા હેરિસને અમેરિકાના એક દિવસના રાષ્ટ્રપતિ હોઈ શકે તેવું લખ્યું હતું તે યુર્ઝસે શોધી કાઢયું છે અને તે વાયરલ થઈ રહ્યું છે.

મલ્લિકા શેરાવતની નોંધપાત્ર દૂરંદેશીથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જેમાં ઘણા લોકો તેની તુલના ક્રિકેટર જોફ્રા આર્ચર (Jofra Archer) સાથે કરી રહ્યાં છે. જોફ્રા આર્ચેરે છ વર્ષ પહેલા ટ્વિટ કર્યું હતું, જેમાં તેણે ફક્ત 'જો' જ લખ્યું હતું. અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન તેનું આ ટ્વીટ એકદમ વાયરલ થયું હતું. હવે મલ્લિકા શેરાવતનાં ટ્વીટ પર લોકોએ આવી પ્રતિક્રિયા આપી છે...

વર્ષ 2011માં આવેલી ફિલ્મ ‘પોલિટિક્સ ઓફ લવ’માં મલ્લિકા શેરાવતે ભારતીય-અમેરિકન, ડેમોક્રેટિક અભિયાન કાર્યકરની ભૂમિકા નિભાવી હતી, જે રિપબ્લિકન સાથે પ્રેમમાં પડે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK