ભાણેજ વહુ લુવીના લોધનો મહેશ ભટ્ટ પર ગંભીર આરોપ, કહ્યું આ...

Published: 23rd October, 2020 18:08 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને કહ્યું, 'તેઓ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા ડૉન છે'

લુવીના લોધ, મહેશ ભટ્ટ (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
લુવીના લોધ, મહેશ ભટ્ટ (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

છેલ્લાં થોડાં મહિનાથી મહેશ ભટ્ટ (Mahesh Bhatt)નું નામ વિવાદોમાં આવી રહ્યું છે. પહેલા બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યા કેસમાં મહેશ ભટ્ટનું નામ આવ્યું હતું. હવે મહેશ ભટ્ટની ભાણેજ વહુ લુવીના લોધ (Luviena Lodh)એ તેમની પર ગંભીર આક્ષેપો કર્યા છે. લુવીનાએ સોશ્યલ મીડિયામાં બે મિનિટનો એક વીડિયો શૅર કર્યો છે. વીડિયોમાં લુવિનાએ કહ્યું હતું કે, તેણે મહેશ ભટ્ટના ભાણેજ સુમીત સભ્રવાલ સાથે લગ્ન કર્યા હતા પરંતુ તેનો પતિ ડ્રગ્સ સપ્લાય કરતો હોવાથી તેણે ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો છે. લુવિનાએ દાવો કર્યો હતો કે તેણે આ વીડિયો તેની તથા પરિવારની સલામતી માટે રેકોર્ડ કર્યો છે.

લુવીના લોધે વીડિયોમાં કહ્યું છે કે, 'મેં મહેશ ભટ્ટના ભાણેજ સુમિત સભ્રવાલ સાથે લગ્ન કર્યા છે પરંતુ ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો છે. સુમિત બૉલિવૂડ અભિનેત્રી સપના પબ્બી તથા અમાયરા દસ્તુરને ડ્રગ્સ સપ્લાય કરે છે. આટલું જ નહીં તેના ફોનમાં અલગ-અલગ છોકરીઓની તસવીરો પણ છે. તે ડિરેક્ટર્સને છોકરીઓની તસવીર બતાવે છે અને પછી છોકરીઓ સપ્લાય કરે છે. મહેશ ભટ્ટ આ વાત સારી રીતે જાણે છે. મહેશ ભટ્ટ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા ડૉન છે. તેઓ આખી સિસ્ટમ ઓપરેટ કરે છે. જો તમે તેમના નિયમો માનો નહીં તો તેઓ તમારું જીવન દુષ્કર બનાવી દે છે. મહેશ ભટ્ટે અનેક લોકોનું જીવન બરબાદ કર્યું છે અને તેમને બેકાર બનાવી દીધા છે. તેમના એક ફોન કોલથી લોકો પોતાની નોકરી ગુમાવી દે છે. મેં જ્યારથી કેસ ફાઈલ કર્યો ત્યારથી તેઓ મારી પાછળ હાથ ધોઈને પડ્યા છે. એકવાર તો તેઓ મારા ઘરમાં આવ્યા હતા અને મને ઘરેથી કાઢી મૂકવાનો પ્રયાસ કર્યો હતો. કોઈ મારી ફરિયાદ લેતું નહોતું, અનેક પ્રયાસો બાદ મારી ફરિયાદ લેવામાં આવી પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.'

 
 
 
View this post on Instagram

I m being harrased by Mahesh Bhatt & family. Pls support.

A post shared by Actor | Luviena Lodh (@luvienalodh) onOct 23, 2020 at 2:26am PDT

વધુમાં અભિનેત્રીએ કહ્યું છે કે, 'જો મારી સાથે કે મારા પરિવાર સાથે કંઈપણ થાય તો તેની જવાબદારી મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ, સુમિત સભ્રવાલ, સાહિલ સેહગલ તથા કુમકુમ સેહગલની રહેશે. લોકોને ખબર હોવી જોઈએ કે આ લોકો બંધ બારણે શું કરે છે, કારણ કે મહેશ ભટ્ટ એકદમ પાવરફુલ વ્યક્તિ છે.'

તમને જણાવી દઈએ કે, લુવીના લોધે વર્ષ 2010માં પૂજા ભટ્ટની ફિલ્મ 'કજરારે'થી બૉલીવુડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં હિમેશ રેશમિયા લીડ રોલમાં હતો. મહેશ ભટ્ટની સ્વર્ગીય બહેન હિના સુરીની દીકરી કુમકુમ સેહગલ છે. કુમકુમનો દીકરો સુમીત સભ્રવાલ છે. હિના સુરીને ત્રણ સંતાનો છે, જેમાં ફિલ્મમેકર મોહિત સુરી, અભિનેત્રી સ્માઈલી સુરી તથા કુમકુમ સેહગલ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK