Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એરઇન્ડિયાએ ખોઇ નાખ્યો ક્રિતી ખરબંદાનો સામાન, ટ્વિટર પર કરી ફરિયાદ...

એરઇન્ડિયાએ ખોઇ નાખ્યો ક્રિતી ખરબંદાનો સામાન, ટ્વિટર પર કરી ફરિયાદ...

22 February, 2020 01:01 PM IST | Mumbai Desk

એરઇન્ડિયાએ ખોઇ નાખ્યો ક્રિતી ખરબંદાનો સામાન, ટ્વિટર પર કરી ફરિયાદ...

એરઇન્ડિયાએ ખોઇ નાખ્યો ક્રિતી ખરબંદાનો સામાન, ટ્વિટર પર કરી ફરિયાદ...


બોલીવુડ એક્ટ્રેસે ફિલ્મ 'શાદી મેં જરૂર આના'માં પોતાની એક્ટિંગથી બધાનાં મન જીતી લીધા હતા. ક્રિતી હાલ પોતાના એક ટ્વિટને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં જ ક્રિતીએ ટ્વિટર પર એક પોસ્ટ શૅર કરી જેમાં તેણે એર ઇન્ડિયાની લાપરવાહી માટે તેને ફટકાર લગાડી છે. જણાવીએ કે સોશિયલ મીડિયા પર ક્રિતી ખરબંદાનું ટ્વીટ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. તેના એર ઇન્ડિયાને ટ્વીટ કર્યા બાદ એર ઇન્ડિયાએ પણ ક્રિતીના ટ્વીટ પર રીટ્વીટ કર્યું.




જણાવીએકે ક્રિતી ખરબંદાનું સામાન એરઇન્ડિયાની લાપરવાહીને કારણે ખોવાઇ ગયું. આ કારણે હેરાન થઈને અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એર ઇન્ડિયાની ક્લાસ લીધી. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું, "ડિયર એર ઇન્ડિયા, એક વાર ફરી મારું સામાન ખોઇ દેવા માટે આભાર અને કદાચ તમારે તમારા સ્ટાફને કેટલાક બેઝિક શિષ્ટાચાર શીખવાડવા જોઇએ."


ક્રિતીના ટ્વીટ પછી એર ઇન્ડિયાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, "કૃપા કરીને અમારી અપૉલોજી સ્વીકારો. પ્લીઝ અમે પર્સનલ મેસેજમાં તમારી ફાઇલનું રેફરેન્સ નંબર અને બેગેજનું ટેગ નંબર મોકલી આપો. આ સિવાય ફ્લાઇટની ડિટેલ્સ પણ મોકલી આપો જેથી અમે પોતાની બેગ સંભાળનારી ટીમ સાથે ચેક કરી શકે."

ક્રિતીએ એક ટ્વીટ તેમના રીટ્વીટ કરતાં લખ્યું, "હું તમારી માફી સ્વીકારવા માગીશ પણ દુભાગ્યથી હજી સુધી મારી બેગનું કોઇ ઠેકાણું નથી? આ સિવાય તમારી મુંબઇ અને ગોવા એરપોર્ટની ટીમમાં એટલી પણ શાલીનતા નથી કે તે મને આ વિશે જણાવે કે પછી મારી બેગને લઈને અપડેટ્સ મારી સાથે શૅર કરે."

આ પણ વાંચો : મલ્હાર ઠાકરઃ ગુજરાતી છોકરીની મમ્મીને તરત ગમી જાય એવો છોકરો

ત્યાર બાદ એર ઇન્ડિયાએ પ્રતિક્રિયા આપતાં લખ્યું, "મિસ ખરબંદા, તમારી બેગ મુંબઇથી ગોવા એરપોર્ટ આજે સાડા અગિયાર વાગ્યે આવી રહ્યું છે. કૃપા કરી બેગને ડિલીવર કરાવવા માટે પોતાની કૉન્ટેક્ટ ડિટેલ્સ અને ફ્લાઇટ ડિટેલ્સ શૅર કરો જેથી અમે તમને સારી રીતે આસિસ્ટ કરી શકીએ."

Whatsapp-channel Whatsapp-channel

22 February, 2020 01:01 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK