અભિનેત્રી ખુશી શાહનો આ બંગાળી અવતાર મનમોહી લે તેવો છે

Published: Sep 06, 2020, 18:06 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ખુશી શાહે 'દેવદાસ'ની પારોનો લૂક રિક્રિએટ કર્યો

'દેવદાસ'ની પારોના લૂકમાં ખુશી શાહ
'દેવદાસ'ની પારોના લૂકમાં ખુશી શાહ

ગુજરાતી ફિલ્મ 'અફરા તફરી' ફેમ અભિનેત્રી ખુશી શાહ (Khushi Shah) સોશ્યલ મીડિયા પર બહુ જ એક્ટિવ હોય છે. લૉકડાઉન દરમિયાન નીત-નવા લૂક્સમાં કરેલા ફોટોશૂટને કારણે પણ અભિનેત્રી સતત ચર્ચામાં હોય છે. તાજેતરમાં તેણે ફિલ્મ 'દેવદાસ'ની પારોનો લૂક રિક્રિએટ કર્યો હતો. જેમાં અભિનેત્રી બહુ જ સુંદર લાગતી હતી. ફૅન્સને પણ ખુશી શાહનો આ લુક બહુ જ પસંદ પડયો છે.

સોશ્યલ મીડિયા પર અઢળક ફૅનફૉલોઇંગ ધરાવતી અભિનેત્રી ખુશી શાહ સતત કંઈકને કંઈક નવું પોસ્ટ કરીને ફૅન્સ સાથે કનેક્ટેડ રહે છે. તાજેતરમાં જ તેણે બૉલીવુડની સુપરહીટ ફિલ્મ 'દેવદાસ'ની પારોનો લૂક રિક્રિએટ કર્યો હતો. આ વિશે ખુશી શાહે કહ્યું હતું કે, જો તમે મને ફિલ્મ 'દેવદાસ' પ્રત્યેના મારા પ્રેમ વિશે પૂછશો, તો હું કહીશ કે આ ફિલ્મ મારી એટલી પ્રિય છે કે હું વારંવાર તેને જોવાનું પસંદ કરું છું. ફિલ્મમાં પારોનું પાત્ર મારું સૌથી લોકપ્રિય પાત્ર છે. હું ઈચ્છું છું કે, ક્યારેક મને ફિલ્મમાં બંગાળી પાત્ર ભજવવાની તક મળે.

ખુશી શાહના આ લૂકનો કૉનસેપ્ટ અને સ્ટાયલ દિવ્યેશ થલાવીયાનો હતો. જેને ડિઝાઈન વસ્ત્રા ડિઝાઈનરે કર્યો હતો. મેકઅપ રિચા દવેના જાસ્મિન બ્યુટી કેરે કર્યો હતો અને લૂકને તસવીરોમાં કેદ યશ ગજ્જરે કર્યો હતો.

ખુશી શાહ અભિનેત્રી હોવાની સાથે સાથે મોડલિંગ ક્ષેત્રે પણ કાર્યરત છે હવે તે નિર્માણ ક્ષેત્રે પણ ઝંપલાવવાની છે. અત્યારે અભિનેત્રી આગામી પ્રોજેક્ટસ જેવાકે વૅબ સિરીઝ, મ્યુઝિક વીડિયો અને અન્ય કામમાં વ્યસ્ત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK