ફિલ્મ અભિનેત્રી કેટરિના કૈફ (Katrina Kaif)ની નાની બહેન ઈઝાબેલ કૈફ (Isabelle Kaif)બૉલીવુડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. તે ફિલ્મ 'સુસ્વાગતમ ખુશામદીદ'માં નજર આવશે. આ ફિલ્મમાં તેમના સિવાય પુલકિત સમ્રાટની મહત્વીન ભૂમિકા રહેશે. આ ફિલ્મ સામાજિક સમરસતાની વાત કરે છે. આ ફિલ્મમાં તે 'નૂર'ની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મનું નિર્દેશન ધીરજ કુમારે કર્યું છે. આ ફિલ્મની શૂટિંગ તાજેતરમાં જ પૂર્ણ થઈ છે.
View this post on Instagram
ઈઝાબેલ કૈફ સોશિયલ મીડિયા પર હંમેશા પોતાની તસવીરો શૅર કરતી રહે છે. આ ફિલ્મના સેટ પર પણ ખૂબ જ ઉત્સાહિત રહેતી હતી. એક ઈન્ટરવ્યૂમાં જણાવતા પુલકિત સમ્રાટે કહ્યું, 'ઈઝાબેલ કૈફ ખૂબ જ વધારે મહેનત કરતી હતી અને તેમની સાથે કામ કરવાનો આનંદ આવ્યો.' પુલકિત 'હાથી મેરે સાથી' અને 'ફુકરે 3'માં પણ જોવા મળશે.
સુસ્વાગતમ ખુશામદીદ સિવાય ઈઝાબેલ ફિલ્મ 'ટાઈમ ટૂ ડાન્સ'માં પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સ્ટેનલી ડિકોસ્ટાએ કર્યું છે. આ ફિલ્મમાં સૂરજ પંચોલીની મહત્વની ભૂમિકા છે. આ ફિલ્મની 3 વર્ષ પહેલા ઘોષણા કરવામાં આવી હતી પરંતુ તેમાં થોડું મોડું થઈ ગયું. હવે જ્યારે સિનેમાઘરોમાં 100 ટકા સીટિંગ કેપેસિટીની પરમિશન આપવામાં આવી છે. બૉલીવુડની મોટી ફિલ્મો રિલીઝ થવા તૈયાર છે. ઈઝાબેલ કૈફ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તેની તસવીરો અને વીડિયો એકદમ વાઈરલ થઈ જાય છે. ઈઝાબેલ કૈફ ઘણી ગ્લેમરસ અને સુંદર છે.
'સુસ્વાગતમ ખુશામદીદ' એક સામાજિક મનોરંજન ફિલ્મ છે. આ ફિલ્મમાં પુલકિત સમ્રાટ દિલ્હીનો છોકરો અમનની ભૂમિકા ભજવશે. તેમ જ ઈઝાબેલ આગ્રાની નૂરની ભૂમિકા ભજવશે. ઈઝાબેલે પોતાની ફિલ્મની જાહેરાત ઈન્સ્ટાગ્રામ પર કરી છે. તેમણે પુલકિત સમ્રાટ સાથે એક ફોટો પણ શૅર કર્યો છે. ઈઝાબેલ કૈફ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શૅર કરતી રહે છે. તેમની તસવીરો અને વીડિયો ઘણી વાઈરલ થઈ જાય છે. ઈઝાબેલની ફૅન ફૉલોઈંગ પણ વધારે છે. તે હંમેશા બહેન કેટરિના કૈફ સાથે નજર આવે છે.