જાણીતાં અભિનેત્રી હિમાની શિવપુરી થયા કોરોના પૉઝિટીવ, કહ્યું આ...

Published: Sep 12, 2020, 18:34 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

જાણીતાં અભિનેત્રી હિમાની શિવપુરી પણ કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમણે આ વાતની માહિતી પોતે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા શૅર કરી છે.

હિમાની શિવપુરી
હિમાની શિવપુરી

જાણીતાં (Well Known Actress Himani Shivpuri) અભિનેત્રી હિમાની શિવપુરી પણ કોરોના (Corona Positive) સંક્રમિત થયાં છે. તેમણે આ વાતની માહિતી પોતે ઇન્સ્ટાગ્રામ (Instagram Post) પોસ્ટ દ્વારા આપી છે. હિમાની (Himani Shivpuri) શિવપુરીએ પોતાની તસવીર શૅર કરીને લખ્યું છે કે, "ગુડ મૉર્નિંગ હું તમને એ જણાવવા માગું છું કે મારો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે. જે પણ વ્યક્તિ મારા સંપર્કમાં આવ્યા છે, તે પ્લીઝ પોતાના ટેસ્ટ કરાવી લે." કહેવામાં આવી રહ્યું છે કે હિમાની શિવપુરીની સારવાર માટે મુંબઇના હોલી સ્પિરીટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 
 
 
View this post on Instagram

Gud morning this to inform you that I tested positive for Covid.Anyone who has come in contact with me kindly get yourself tested.

A post shared by Himani Shivpuri (@hshivpuri) onSep 11, 2020 at 9:38pm PDT

હિમાની શિવપુરની આ પોસ્ટ પર ફૅન્સ ઘણાં રિએક્શન આપી રહ્યા છે. સાથે જ તે તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. હિમાની શિવપુરીએ ઘણી બોલીવુડ ફિલ્મ અને ટીવી શૉમાં કામ કર્યું છે. તેમણે 'હસરતે' અને 'ઘર એક સપના' ટીવી શૉમાં કામ કર્યું છે. હિમાની શિવપુરીએ 'હમ આપકે હૈ કોન', 'દિલવાલે દુલ્હનિયાં લે જાએંગે', 'પરદેસ' અને 'કુછ કુછ હોતા હૈ' જેવી ફિલ્મોમાં પોતાના અભિનય દ્વારા લોકપ્રિયતા મેળવી છે.

હિમાની શિવપુરી પહેલા બોલીવુ઼માં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, મલાઇકા અરોરા ખાન, અર્જુન કપૂર, રાજ શાંડિલ્ય, રફ્તાર વગેરે કોવિડ-19થી સંક્રમિત થઈ ગયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK