ટ્વિટ્ટર પર છલકાયું ઈશા ગુપ્તાનું દર્દ, શૅર કર્યો કડવો અનુભવ

Updated: Jul 08, 2019, 12:22 IST | મુંબઈ

બોલીવુડ અભિનેત્રી ઈશા ગુપ્તાને તાજેતરમાં કડવો અનુભવ થયો. તેણે સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી શેર કરી જેણે સનસની મચાવી દીધી છે.

ઈશા ગુપ્તાને થયો કડવો અનુભવ
ઈશા ગુપ્તાને થયો કડવો અનુભવ

ઈશા ગુપ્તા એક રેસ્ટોરેન્ટમાં પોતાના મિત્રો સાથે ડિનર માટે ગઈ હતી. ત્યાં તેને એક એવો અનુભવ થયો જે તે જિંદગીભર નહીં ભૂલી શકે. ઈશા રેસ્ટોરેન્ટમાં હતી ત્યારે હોટેલિયરે તેને તાકી તાકીને જોવાનું શરૂ કરી દીધું. ઈશાને આ વાત ઘણી અસહજ લાગી અને તેણે તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર શેર કરી દીધો.


વીડિયો શેર કરતા ઈશાએ લખ્યું કે, એવું લાગ્યું કે તે આંખોથી મને મૉલેસ્ટ કરી રહ્યો હતો. જો મારા જેવી યુવતી જેની સાથે બે બોડીગાર્ડ હતા તેમને અનસેફ ફીલ કરાવી શકે છે તો બાકીની યુવતીઓનું તો શું થશે. આ માત્ર સેલિબ્રિટી હોવાની વાત નથી. મારી સાથે બે સિક્યોરિટી ગાર્ડ હોવા છતા મને મોલેસ્ટ કરવામાં આવી. ઈશાએ આ ટ્વીટમાં તે હોટેલિયરને પણ ટેગ કર્યા છે.


વધુ એક ટ્વીટમાં ઈશાએ લખ્યું કે, 'તમારા જેવા લોકોના કારણે મહિલાઓ ક્યાંક સુરક્ષિત હોવાનો અનુભવ નથી કરી શકતી. તુ મારી આસપાસ હતો અને તું મને તાકી તાકીને જોઈ રહ્યો હતો તે જ પુરતું હતું.' જે બાદ અભિનેત્રીએ હોટેલિયરનો ફોટો શેર કરતા લખ્યું કે, આમના જેવા પુરૂષો વિચારે છે કે મહિલાઓ સામે આખી રાત જોયા કરવું અને તેમને અસહજ અનુભવ કરાવવું યોગ્ય છે. તેણે મને સ્પર્શ નથી કર્યો કે કાંઈ કહ્યું પણ નથી. પણ તે મને ઘૂરતો રહ્યો. એક ચાહકની જેમ નહીં પરંતુ એટલા માટે કે હું એક મહિલા છું. અમે ક્યાં સુરક્ષિત છીએ? શું એક મહિલા હોવું અભિશાપ છે!

આ પણ વાંચોઃ આ અભિનેત્રીઓએ ક્યારેય નથી છુપાવી પોતાની ગર્ભાવસ્થા, જુઓ હોટ તસવીરો

ઈશાના આ ટ્વીટ બાદ લોકોના અલગ અલગ કમેન્ટ્સ સામે આવી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે ફિલ્મ રીલિઝ થવાના કારણે તે ફિલ્મને પ્રમોટ કરી રહી છે. જ્યારે કેટલાક લોકો તેનો સાથ આપી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK