Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Happy Birthday: ભૂમિએ લખનઉમાં પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો બર્થ-ડે

Happy Birthday: ભૂમિએ લખનઉમાં પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો બર્થ-ડે

18 July, 2019 03:40 PM IST | લખનઉ

Happy Birthday: ભૂમિએ લખનઉમાં પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો બર્થ-ડે

ભૂમિ પેડણેકર

ભૂમિ પેડણેકર


Bhumi Pednekar આજે પોતાનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર પોસ્ટ કરી છે જેમા તે કેક અને ફૂલ સાથે દેખાઈ રહી છે. આ સમયે ભૂમિએ પોતાના બર્થ-ડે પર રજા નથી લીધી. તે પોતાની આવનારી ફિલ્મ 'પતિ, પત્ની ઔર વો'ના શૂટિંગ માટે તે લખનઉમાં છે. એની સાથે કાર્તિક આર્યન અને અનન્યા પાંડે પણ શૂટિંગ પર છે. 




 

ભૂમી પોતે માની ચૂકી છે કે તે પાર્ટી એનિમલ છે અને તે પોતાના મિત્રને પાર્ટી આપવાનું પસંદ પણ કરે છે. કારણકે ભૂમિએ પોતાના બર્થ-ડે પર જ એક જરૂરી સીન શૂટ કરવા ઈચ્છતી હતી તો પરિવાર પણ લખનઉ પહોંચી ગયા. ભૂમિની માતા અને બહેન આ મહત્વના દિવસે 'નવાબ'ના શહેરમાં છે. ભૂમિ પોતાની શૂટિંગ બાદ એમની સાથે ડિનર પર જશે. ભૂમિ પોતાના પરિવારથી લગભગ એક મહિનાથી દૂર છે.


ફિલ્મ 'પતિ, પત્ની ઔર વો'માં ભૂમિ એક શહેરની છોકરીની ભૂમિકા ભજવી રહી છે. ભૂમિનું માનવું છે કે આ રોલ એના અસલના જીવનની જેમ જ છે. ભૂમિને આજે બૉલીવુડની એક આકર્ષક યુવાન પ્રતિભા એક માનવામાં આવે છે. એમણે અત્યાર સુધીની પોતાની દરેક ફિલ્મમાં પોતાની છાપ છોડી છે. ભૂમિએ આ ફિલ્મ વિશે કહ્યું હતું કે ઘણી રસપ્રદ સ્ટોરી છે. મારા માટે ઘણી અલગ એટલે છે કારણકે મેં અત્યાર સુધી લવ ટ્રાયએન્ગલ નથી કરી. હું જે પાત્રને ભજવી રહી છું તે મારા અત્યાર સુધીના કેરેક્ટરથી એકદમ અલગ છે.

આ પણ વાંચો : પૂજા ઝવેરીઃ સાઉથની ફિલ્મો બાદ હવે મલ્હાર સાથે જોડી જમાવશે આ ગ્લેમરસ ગુજ્જુ ગર્લ

ભૂમિ કહે છે મે પોતાની બધી ફિલ્મોમાં એક આત્મવિશ્વાસથી ભરેલી એક છોકરીની ભૂમિકા ભજવી છે, પરંતુ આ પૂરી રીતથી અલગ છે. આમાં હુ એક સુપર કૉન્ફિડેન્ટ છોકરીની ભૂમિકા ભજવવાની છું. મારા અન્ય બધા કેરેક્ટર મજબૂત અને સશક્ત હતાં પરંતુ તે બધા એક વાસ્તવિક દુનિયાના રેગ્યુલર લોકો હતા, આ એવી ફિલ્મ નથી. આ ફિલ્મમાં મારા કેરેક્ટરને જાણવા માટે આ ફિલ્મ જોવાની રહેશે અને ઘણી રસપ્રદ ફિલ્મ છે.

Whatsapp-channel Whatsapp-channel

18 July, 2019 03:40 PM IST | લખનઉ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK