ડોંગરી ટુ દુબઈમાં અમાયરા દસ્તૂરની એન્ટ્રી

Published: Feb 25, 2020, 12:09 IST | Ahmedabad

હુસેન ઝૈદીના પુસ્તક પર આધારિત અને ઍમેઝૉન પ્રાઇમ પર આવનારી આ સિરીઝની ત્રણ સીઝન બહાર પડશે અને દરેકમાં દસ એપિસોડ હશે

અમાયરા દસ્તૂર
અમાયરા દસ્તૂર

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીના બૅનર એક્સેલ એન્ટરટેઇનમેન્ટ હેઠળ ‘ડોંગરી ટુ દુબઈ’ નામની વેબ-સિરીઝ બની રહી છે જે હુસેન ઝૈદીના પુસ્તક ‘ડોંગરી ટુ દુબઈ : સિક્સ ડેકેડ્સ ઑફ ધ મુંબઈ માફિયા’ પર આધારિત છે. ઍમેઝૉન પ્રાઇમ પ્લૅટફૉર્મ પર આવનારી આ સિરીઝ દાઉદની હ્યુમન સ્ટોરી પર ફોકસ કરશે. આ શોમાં ડોંગરીની ગલીઓમાં રહેવાવાળો કઈ રીતે ઇન્ડિયાની મોસ્ટ વૉન્ટેડ વ્યક્તિ બની ગયો એ દર્શાવવામાં આવશે.

‘લૈલા મજનુ’ ફેમ અભિનેતા અવિનાશ તિવારી દાઉદ ઇબ્રાહિમના લીડ રોલમાં છે અને કે. કે. મેનન તેના પિતા ઇબ્રાહિમ કાસકરનો રોલ ભજવશે. આ ઉપરાંત અંગિરા ધર, લક્ષ્ય કોચર, પ્રાચી શાહ અને જિતિન ગુલાટી પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. હવે આ શોમાં અમાયરા દસ્તૂરની એન્ટ્રી થઈ છે. અમાયરા છેલ્લે ‘જજમેન્ટલ હૈ ક્યા’, ‘મેઇડ ઇન ચાઇના’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.

શુજાત સૌદાગર (રૉક ઑન 2) નિર્દેશિત ‘ડોંગરી ટુ દુબઈ’ની કુલ ત્રણ સીઝન બહાર પડશે અને દરેકમાં દસ એપિસોડ હશે. એક્સેલ એન્ટરટેઇનમેન્ટ અગાઉ ઍમેઝૉનની જ લોકપ્રિય સિરીઝ ‘ઇનસાઇડ એજ’ અને ‘મિર્ઝાપુર’નું નિર્માણ કરી ચૂક્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK