૬પથી વધુ ઉંમરના ઍક્ટરોએ સેટ પર ન જવું: કૌન બનેગા કરોડપતિ પર ફરીથી પ્રશ્નાર્થ

Published: Jun 29, 2020, 20:37 IST | Rashmin Shah | Mumbai

સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ અસોસિએશનના જૉઇન્ટ સેક્રેટરી અમિત બહલે સેન્ટ્રલની એજને લગતી ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવાનું કહ્યું

કોરોનાને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ ગવર્નમેન્ટે એક ગાઇડલાઇન જાહેર કરી છે જે મુજબ ૬પ વર્ષથી વધુની વયના કોઈને પણ કામ પર બોલાવી નહીં શકાય એવું સ્પષ્ટ કર્યું છે. આ સ્પષ્ટતા વચ્ચે સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ અસોસિએશન (CINTA)ના જૉઇન્ટ સેક્રેટરી અમિત બહલે તમામ પ્રોડ્યુસરને સ્પષ્ટતા સાથે કહ્યું છે કે આ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવું અને ૬પ વર્ષથી વધુ વયના કોઈ પણ ઍક્ટર કે ટેક્નિશ્યનને સેટ પર બોલાવવા નહીં.

અમિત બહલની આ વાત સાથે ફરી એક વખત સોની ટીવીના આવનારા ક્વિઝ-શો ‘કૌન બનેગા કરોડપતિ’ પર પ્રશ્ન ઊભા થયા છે. ‘કૌન બનેગા કરોડપતિ’ના હોસ્ટ અમિતાભ બચ્ચનની ઉંમર ૬પથી વધારે છે એ સૌકોઈ જાણે છે. આવા સમયે જો અમિતાભે જ શૂટિંગ ન કરવાનું હોય તો પછી કોઈ હિસાબે આ ક્વિઝ-શો શરૂ નહીં થઈ શકે. સોની ટીવી લૉકડાઉન પછી ચૅનલને સ્ટ્રૉન્ગલી એસ્ટૅબ્લિશ કરવા માટે જ આ શોને લઈ આવવા માગતી હતી. જો અમિતાભ શૂટિંગ નહીં કરી શકે તો એનો સીધો લૉસ સોની ટીવીને થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK