Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતની કહેવાતી ગર્લફ્રેન્ડ રેહા ચક્રવર્તી સાથેની છેલ્લી તસવીર વાયરલ

સુશાંતની કહેવાતી ગર્લફ્રેન્ડ રેહા ચક્રવર્તી સાથેની છેલ્લી તસવીર વાયરલ

15 June, 2020 12:37 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુશાંતની કહેવાતી ગર્લફ્રેન્ડ રેહા ચક્રવર્તી સાથેની છેલ્લી તસવીર વાયરલ

સુશાંત સિંહ રાજપુત અને રેહા ચક્રવર્તી (તસવીર: યોગેન શાહ)

સુશાંત સિંહ રાજપુત અને રેહા ચક્રવર્તી (તસવીર: યોગેન શાહ)


અભિનેતા સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાથી સહુ કોઈ શૅકમાં છે. દરમિયાન અભિનેતાની કહેવાતી ગર્લફ્રેન્ડ રેહા ચક્રવર્તી સાથેની જુની અને છેલ્લી તસવીર સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થઈ છે.

વાયરલ થયેલી તસવીર મુંબઈના એક જીમની બહારની છે. કહેવાય છે કે આ તેમની છેલ્લી તસવીર છે. જે 11 માર્ચના રોજ લેવામાં આવી હતી. તસવીરમાં સુશાંત બ્લુ પ્રિન્ટેડ સ્લિવલેસ ટી શર્ટ અને બ્લેક શોર્ટસ્ટમાં નજરે પડે છે. જ્યારે રેહાએ ગૅલેક્સી પ્રિન્ટ યોગા શોર્ટસ અને ગ્રે ટૉપ પહેરેલું છે. સુશાંત અને રેહા વર્કઆઉટ કરવા માટે એક જ જીમમાં જતા હતા. બન્ને અનેક વાર જીમની બહાર સાથે જોવા મળ્યાં છે.



આ વર્ષની શરૂઆતમાં આઈએનએસને આપેલા એક ઈન્ટરવ્યુમાં રેહાએ કહ્યું હતું કે, પોતાના અંગત જીવનમાં કોઈ હસ્તક્ષેપ કરે એ તેને પસંદ નથી એટલે જ સુશાંત અને પોતાના સંબંધો વિષેની અફવાઓ પર ક્યારે કોઈ પ્રતિક્રિયા નથી આપતી. રેહાને જ્યારે એમ પુછવામાં આવ્યું કે, સુશાંત સાથેના કહેવાતા અફેરની ચર્ચાઓએ જોર પકડતા શું તેનું ધ્યાન કામ પરથી હટી રહ્યું છે? ત્યારે રેહાએ જવાબ આપ્યો હતો કે, સુશાંત એક પ્રેમાળ મિત્ર છે. હું એને ઘણા વર્ષોથી ઓળખું છે. આ વિષે વધુ કોઈ ટિપ્પણી નહીં કરું.


34 વર્ષીય સુશાંત સિંહ રાજપુતે બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં 14 જુને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2020 12:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK