આ શૉમાં દેખાયો સુશાંત સિંહ રાજપુતનો ડુપ્લીકેટ, જુઓ વીડિયો

Published: Jun 24, 2020, 14:03 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

રિયાલીટી શૉ 'સુપર ડાન્સર સીઝન 3'ના કોન્ટેસ્ટન્ટમાં અભિનેતાને પોતાનું બાળપણ દેખાયુ હતું

સુશાંત સિંહ રાજપુતની બાળપણની તસવીર અને તેના જેવો જ દેખાતો રિયાલીટી શૉનો કોન્ટેસ્ટન્ટ
સુશાંત સિંહ રાજપુતની બાળપણની તસવીર અને તેના જેવો જ દેખાતો રિયાલીટી શૉનો કોન્ટેસ્ટન્ટ

અભિનેતા સુશાંત સિંહ રાજપુતે 14 જૂને દુનિયાને અલવિદા કહી દીધું છે. પરંતુ હજી પણ તેના ફૅન્સની યાદોમાં તે અકબંધ છે. સુશાંત સિંહ રાજપુતના ફૅન્સ દરરોજ સોશ્યલ મીડિયા પર કંઈકને કંઈક પોસ્ટ કરતા જ હોય છે. અભિનેતાની યાદમાં પોસ્ટ કરવામાં આવેલા અનેક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા છે. તાજેતરમાં જ એક વીડિયો બહુ વાયરલ થયો છે જેમાં સુશાંત સિંહ રાજપુતને એક રિયાલીટી શૉમાં તેનો ડુપ્લીકેટ મળે છે.

સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો ડાન્સ રિયાલીટી શૉ 'સુપર ડાન્સર સીઝન 3'નો છે. જેમાં સુશાંત મહેમાન જજ તરીકે આવ્યો હતો. અહીં જ તેને એક કોન્ટેસ્ટન્ટમાં પોતાનું બાળપણ દેખાયુ હતું. શૉના કોન્ટેસ્ટન્ટ ગૌરવનું પર્ફોમન્સ સુશાંતને બહુ જ ગમ્યું હતું અને તેણે ગૌરવને કહ્યું હતું કે, તે જ્યારે બાળક હતો ત્યારે તેના જેવો જ દેખાતો હતો. સ્ક્રિન પર ગૌરવની અને સુશાંતની બાળપણની તસવીર પણ દેખાડવામાં આવી હતી. તસવીરમાં જોઈ શકાતું હતું કે બન્નેમાં બહુ સામ્યતા છે. એટલું જ નહીં, સુશાંતે ગૌરવને એમ પણ કહ્યું હતું કે તે ભલે દેખાય એના જેવો છે પણ ડાન્સ તેના કરતા પણ વધારે સારો કરે છે અને જીવનમાં ખૂબ આગળ વધશે.

અહીં જુઓ વીડિયો:

 
 
 
View this post on Instagram

#justiceforsushantsinghrajput #fathersday #sushantsinghrajput #pavitrarishta #rip#ripsushantsinghrajput💔 @jackkybhagnani #shraddhakapoor 😭😭😭😭😭 @sushantsinghrajput #ankitalokhande #sushantsinghrajput !! We'll miss you sir @sushantsinghrajput #mumbai for his funeral !! 😭😭💔💔 #ripshushantsinghrajpoot #ripsushant @sushantsinghrajput @karanjohar @kartikaaryan @ranveersingh @saraalikhan95 @amrita40 #saraalikhan @kartikaaryan @saraalikhan95 @karanjohar #onewishfortheearth @beingsalmankhan @karanjohar #koffeewithkaran @kartikaaryan @saraalikhan95 @saraalikhan95 @kartikaaryan @katrinakaif @anushkasharma @arjunkapoor @saraalikhan95 @kareenakapoorkhan #taimuralikhan @shahidkapoor @saraalikhan95 @kartikaaryan #kartikaaryan @kareenakapoorkhan @priyankachopra @nickjonas @kartikaaryan @saraalikhan95 @karanjohar @deepikapadukone @aliaabhatt @ranvirtv @akshayrrkumar @aliaabhatt @katrinakaif @@@therealkareenakapoor @priyankachopra @nickjonas @karanjohar @kartikaaryan @saraalikhan95 @ncdc_results @katrinakaif @kartikaaryan @therealpshraddha @saraalikhan95 @kritisanon @virat.kohli @ayushmannk @janhvikapoor @arjunkapoor @kartikaaryan @kajol @ajaydevgn @karanjohar #koffeewithkaran @lifeis_sharing @starworldindia @amrita40 @saraalikhan95 @kartikaaryan @therealkareenakapoor @therealkareenakapoor.khan @priyankachopra @karanjohar@saraalikhan95 @janhvikapoor @saraalikhan95 @kritisanon @anushkasharma @aliaabhatt ❤❤ @saraalikhan95 #throwback #staysafe CORONA STOP CARONA #4 #aaryankartik #mumbai !! ❤❤❤ STAY SAFE GUYS #sonuketitukisweety #picoftheday #saraalikhanvideo @drmalatiwari #saraalikhanvideo @iakpataudi #picoftheday #pictureoftheday #lookoftheday #posts #kartikaaryan with #poselikekartikaaryan #filmfare #saraalikhan #shraddhapanjabii FOLLOW @pshraddha95 for all updates on @kartikaaryan

A post shared by SHRADDHA 🔹️(SUSHANT S RAJPUT) (@pshraddha95) onJun 22, 2020 at 10:06pm PDT

સુશાંતના ચાહકો તેને બહુ જ મિસ કરે છે અને હંમેશા કરશે પણ. કારણકે તે એક તેજસ્વી અભિનેતા હતો. સુશાંત સિંહ રાજપુતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ કેસની અત્યારે પોલીસ તપાસ ચાલી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK