Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Coronavirus Impact: સોનુ સુદ દરરોજ 45,000 લોકોને ભોજન પુરૂ પાડે છે

Coronavirus Impact: સોનુ સુદ દરરોજ 45,000 લોકોને ભોજન પુરૂ પાડે છે

11 April, 2020 07:30 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Coronavirus Impact: સોનુ સુદ દરરોજ 45,000 લોકોને ભોજન પુરૂ પાડે છે

સોનુ સુદ

સોનુ સુદ


કોરોના વાયરસ (COVID-19)ના ફેલાવાથી દેશ મુસીબતનો સમાનો કરી રહ્યો છે ત્યારે બૉલિવુડના સેલેબ્ઝ ખરા અર્થમાં દેશની મદદ કરી રહ્યાં છે. દરેક સેલિબ્રિટી પોતાની રીતે દેશને મદદ કરી રહ્યું છે. આ હરોળમાં અભિનેતા સોનુ સુદનું પણ નામ જોડાઈ ગયું છે. અભિનેતા ફરી એકવાર જરૂરિયાતમંદની મદદ આવ્યો છે. તેણે જરૂરીયાતમંદોને મદદ કરવા માટે મુંબઈના પશ્ચિમ પરાંમા 'ફૂડ ડોનેશન ડ્રાઈવ' શરૂ કરી છે. આ માટે પાલિકા સાથે હાથ મેળવીને અભિનેતા અંધેરી, જોગેશ્વરી, જુહુ અને બાંદ્રામાં નિયત સ્થળોએ દરરોજ 45,000 લોકોને ભોજન પુરૂ પાડે છે.



સોનુ સુદે કહ્યું હતું કે, આ કઠિન પરિસ્થિતિમાં આપણને રહેવા માટે ઘર અને જમવા માટે ભોજન મળી રહે છે તે આર્શીવાદ સમાન છે. પરંતુ ઘણા લોકો એવા છે કે જેમને અનેક દિવસ સુધી જમવાનું નથી મળતું. એટલે એ લોકોને મદદ કરવા માટે મે મારા પિતા પાછળ 'શક્તિ અન્નદાનમ'ના નામે ફુડ અને રાશન ડ્રાઈવ શરૂ કરી છે. મને આશા છે કે હું વધુ ને વધુ લોકોને મદદ કરી શકું.


આ પહેલા અભિનેતાએ જુહુમાં શરૂ કરેલી પોતાની હોટલ કોરોના વાયરસ સામે લડતા હેલ્થ વર્કરો માટે ખુલ્લી કરી હતી. સોનુએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, અત્યારનો સમય બહુ કઠીન છે. દેશ માટે દિવસ-રાત કાય કરતા હેલ્થ વર્કરને સપોર્ટ કરવાની જરૂરૂ છે. એટલે હું તેમના માટે મારી હોટલ ખુલ્લી મુકુ છું.'

 
 
 
View this post on Instagram

?

A post shared by Sonu Sood (@sonu_sood) onApr 9, 2020 at 1:48am PDT


સોશ્યલ મિડિયા પર અભિનેતાના મિત્રો અને ફૅન્સે તેના આ પગલાંને બિરદાવ્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

11 April, 2020 07:30 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK