Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચવાનો ફેંસલો લીધો સોનુ સૂદે

સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચવાનો ફેંસલો લીધો સોનુ સૂદે

06 February, 2021 02:56 PM IST | New Delhi
Agency

સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચવાનો ફેંસલો લીધો સોનુ સૂદે

સોનુ સૂદ

સોનુ સૂદ


સોનુ સૂદે ગઈ કાલે હાઈ કોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પોતાની અરજીને પાછી ખેંચી લીધી છે. બીએમસીએ સોનુ સૂદના જુહુસ્થિત ઘરમાં ગેરકાયદે બાંધકામ કર્યું હોવાની ફરિયાદ દાખલ કરતાં કોર્ટમાં કેસ કર્યો હતો. જોકે સોનુએ જણાવ્યું હતું કે તેણે કોઈ પણ ગેરકાયદે બાંધકામ નથી કર્યું. તેની અપીલ પાછી ખેંચવાના ફેંસલાને એપેક્સ કોર્ટે પણ મંજૂરી આપી હતી. તેમના મુજબ સોનુ વિરુદ્ધ કોઈ સખત પગલાં લેવામાં નહીં આવે જ્યાં સુધી સિવિક ઑથોરિટીઝ કોઈ નક્કર નિર્ણયો નહીં લે. ૩ જજની બેન્ચમાં ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ એ. એસ. બોપન્ના અને વી. રામાસુબ્રમણ્યનની અધ્યક્ષતામાં સિનિયર ઍડ્વોકેટ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે સોનુ સૂદ તેની અરજીને પાછી લેવા તૈયાર છે. એથી વિડિયો-કૉન્ફરન્સિંગના માધ્યમથી બેન્ચે કહ્યું હતું કે ‘મિસ્ટર રોહતગી, આ એક સારી સલાહ છે. આવું ખૂબ ભાગ્યે જ બને છે. પ્રશાસનને એ અરજી પર કાયદા પ્રમાણે નિર્ણય લેવા દો.’


Whatsapp-channel Whatsapp-channel

06 February, 2021 02:56 PM IST | New Delhi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK