Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ઢોલીવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુજ્જુભાઈ હવે બનશે રાજુભાઈ ઢોકળાવાળા

ગુજ્જુભાઈ હવે બનશે રાજુભાઈ ઢોકળાવાળા

02 November, 2020 07:38 AM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ગુજ્જુભાઈ હવે બનશે રાજુભાઈ ઢોકળાવાળા

સિદ્ધાર્થ રાંદેરિયા

સિદ્ધાર્થ રાંદેરિયા


ગુજ્જુભાઈ સિરીઝનાં પાંચથી વધુ નાટક અને બે ફિલ્મ પછી હવે સિદ્ધાર્થ રાંદેરિયાની નવી ફિલ્મમાં તેઓ ગુજ્જુભાઈની નહીં, ઢોકળાવાળાની ભૂમિકામાં જોવા મળશે અને ફિલ્મનું ટાઇટલ પણ એ જ છે, ‘રાજુભાઈ ઢોકળાવાળા.’

વિપુલ મહેતા દિગ્દર્શિત આ ફિલ્મનું શૂટિંગ હજી હમણાં જ ગુજરાતમાં પૂરું થયું. ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા લીડ કૅરૅક્ટર કરે છે, તો તેમની સાથે સુપ્રિયા પાઠક અને વંદના પાઠક પણ છે તથા ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપુ બનીને તહેલકા મચાવી દેનારો ભવ્ય ગાંધી તેમ જ ‘હેલ્લારો’ માટે નૅશનલ અવૉર્ડ જીતનારી શ્રદ્ધા ડાંગર પણ છે.



મજાની વાત એ છે કે આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા અને સંજય ગોરડિયા વર્ષો પછી સાથે અને ફિલ્મમાં પહેલી વાર સાથે જોવા મળશે. આ અગાઉ સંજય ગોરડિયા અને સિદ્ધાર્થ રાંદેરિયા ૮૦ના દસકામાં બનેલા નાટક ‘ભાઈ’માં સાથે જોવા મળ્યા હતા, એ પછી બન્નેને સાથે જોવાનો લહાવો ઑડિયન્સને પહેલી વાર મળશે.


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2020 07:38 AM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK