બોલીવુડ એક્ટર સત્યજીત દુબેની મા કોરોના પૉઝિટીવ,નાણાવટી હૉસ્પિટલમાં દાખલ

Published: May 17, 2020, 15:21 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

સત્યજીતે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. એક્ટરે વિસ્તારીત રૂપે પોતાની માતાની તબિયત વિશે જણાવ્યું છે.

સત્યજીત દુબે સાથે સમજય દત્ત એક ફિલ્મના સીનમાં
સત્યજીત દુબે સાથે સમજય દત્ત એક ફિલ્મના સીનમાં

એક્ટર સત્યજીત દુબેની માતા કોરોના વાયરસ પૉઝિટીવ આવ્યા છે. સત્યજીતે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. એક્ટરે વિસ્તારીત રૂપે પોતાની માતાની તબિયત વિશે જણાવ્યું છે.

સત્યજીત દુબેની માતા કોરોના પૉઝિટીવ
સત્યજીતે ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે તેની માતાની કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવી છે. તેણે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસ મારી માતા, બહેન અને મારી માટે સમય થોડોક મુશ્કેલ સાબિત થયો છે. કેટલાક દિવસોથી મારી માની તબિયત સારી ન હતી. તેમને માઇગ્રેન હતું, આકરો તાવ હતો અને શરીરમાં દુઃખાવો પણ અનુભવાતો હતો. અમે તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો અને તે પૉઝિટીવ આવ્યો છે. તેમણે નાણાવટી હૉસ્પિટલના આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે. મને આશા છે કે તે મજબૂત થઈને બહાર આવશે. મને અને મારી બહેનને કોઇ લક્ષણો નથી.

 
 
 
View this post on Instagram

We shall over come, sooner than later. Love and light.

A post shared by सत्यजीत/Satyajeet Dubey (@satyajeetdubey) onMay 14, 2020 at 2:53am PDT

કોરોના વૉરિયર્સના કર્યા વખાણ
સત્યજીતે પોતાની પોસ્ટમાં કોરોના વૉરિયર્સના પણ વખાણ કર્યા છે. તેણે કહ્યું કે, "હું મારા મિત્રો, પાડોશીઓ, બીએમસી વર્કર અને ડૉક્ટરોનો આભાર માનું છું, તેમનો પ્રેમ અભૂતપૂર્વ છે. સત્યજીતે પોતાની પોસ્ટમાં એક રસપ્રદ કિસ્સો પણ શૅર કર્યો છે. તેણે જણાવ્યું કે કેવી રીતે એક પોલીસ ઑફિસરે તેને ફોન કરીને ચિંતા ન કરવા કહ્યું. પોલીસકર્મીએ સત્યજીતને કોઇપણ પ્રકારનો સંકોચ કર્યા વગર ફોન કરવા અને મદદ માગવા કહ્યું."

 
 
 
View this post on Instagram

Bas kuch dino ki baat hai. Hang in there. Never let a bully win. Even if it’s a fucking virus.

A post shared by सत्यजीत/Satyajeet Dubey (@satyajeetdubey) onMay 16, 2020 at 4:39am PDT

જણાવીએ કે વધુ એક પોસ્ટમાં સત્યજીતે ઘણી મહત્વની વાતોનો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે તેની માતા કોરોના પૉઝિટીવ આવી છે, પણ તેમને શ્વાસ લેવામાં તકલીફ કે સતત તાવ નહોતો. સત્યજીત પ્રમાણે તેની માતાને માઇગ્રેન હતું અને ગભરામણ પણ થતી હતી. એક્ટરે જણાવ્યું કે તે વીડિયો કૉલ દ્વારા પોતાની માતા સાથે વાત કરે છે. સત્યજીતે સંજય દત્ત સાથે ફિલ્મ પ્રસ્થાનમમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK