Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સિલ્વર સ્ક્રીન પર ક્રિકેટિંગ સ્કીલ બતાવશે સાકિબ સલીમ, બનશે અમરનાથ

સિલ્વર સ્ક્રીન પર ક્રિકેટિંગ સ્કીલ બતાવશે સાકિબ સલીમ, બનશે અમરનાથ

18 February, 2019 04:26 PM IST |

સિલ્વર સ્ક્રીન પર ક્રિકેટિંગ સ્કીલ બતાવશે સાકિબ સલીમ, બનશે અમરનાથ

'83ની સ્ટારકાસ્ટમાં હવે સાકિબ સલીમ

'83ની સ્ટારકાસ્ટમાં હવે સાકિબ સલીમ


 કબીર ખાનની અપકમિંગ ફિલ્મ '83નુ શૂટિંગ શરૂ થઈ ચૂક્યુ છે. રણવીરસિંહ સ્ટારર આ ફિલ્મમાં કલાકારોનો જમાવડો જોવા મળવાનો છે. ફિલ્મની સ્ટારકાસ્ટમાં હવે સાકિબ સલીમનું નામ પણ ઉમેરાઈ ચૂક્યુ છે. કબીર ખાનની આ અપકમિંગ ફિલ્મમાં સાકિબ સલીમ પણ જોવા મળશે.

ફિલ્મ '83માં સાકિબ સલીમ ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મોહિન્દર અમરનાથના રોલમાં જોવા મળશે. સ્ટેટ લેવલના ક્રિકેટર રહી ચૂકેલા સાકિબ સલીમ હવે સિલ્વર સ્ક્રીન પર ક્રિકેટિંગ સ્કીલ્સ બતાવશે.



1983 વર્લ્ડ કપની જીતમાં મોહિન્દર અમરનાથે મહત્વનો ભાગ ભજવ્યો હતો. અમરનાથ 1983 વર્લ્ડ કપ ટીમના વાઈસ કેપ્ટન હતા અને વર્લ્ડ કપ ફેવરિટ ટીમ વેસ્ટ ઈન્ડિઝની ટીમને હરાવવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. મોહિન્દર અમરનાથ 1983 વર્લ્ડ કપ સેમી ફાઈનલ અને ફાઈનલમાં મેન ઓફ ધ મેચ પણ રહી ચુક્યા હતા.


 

આ પણ વાંચો: ફોટોઝમાં જુઓ, પાર્થિવ ગોહિલ સાથેની સૂરીલી લાઈફ


 

ફિલ્મ '83 વિશ્વકપની ઐતિહાસિક જીત પર આધારિત છે, કબીર ખાન દ્વારા ડિરેક્ટેડ ફિલ્મમાં રણવીર સિંહ ભારતીય ક્રિકેટ ભૂતપૂર્વ કપ્તાન કપિલ દેવનો રોલ નિભાવી રહ્યા છે. '83 રણવીર સિંહની હિન્દી, તામીલ અને તેલુગુ એમ ત્રણ ભાષામાં બનનારી પહેલી ફિલ્મ છે. વર્લ્ડ કપની ગોલ્ડન મુમવેન્ટને મોટા પડદા પર જોવા દર્શકો ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. આ પહેલા પ્રોડ્યુસર્સે 1983માં વર્લ્ડ કપ જીતનારી ટીમ સાથે આ ફિલ્મની જાહેરાત કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

18 February, 2019 04:26 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK