Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Radhe Release Date Confirmed: ઈદ પર આવી રહી છે સલમાન ખાનની ફિલ્મ

Radhe Release Date Confirmed: ઈદ પર આવી રહી છે સલમાન ખાનની ફિલ્મ

19 January, 2021 06:37 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Radhe Release Date Confirmed: ઈદ પર આવી રહી છે સલમાન ખાનની ફિલ્મ

સલમાન ખાન

સલમાન ખાન


સલમાન ખાનની ફિલ્મ રાધે-યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈની રિલીઝ ડેટ અંગે ચાલી રહેલી મૂંઝવણ પર આખરે વિરામ લાગી ગયું છે અને પોતે સલમાન ખાને એની જાહેરાત કરી છે કે તેઓ આ વર્ષે ઈદ પર સિનેમાઘરોમાં પાછા ફરશે. જાકે 27 ડિસેમ્બરે તેઓ પોતાના જન્મદિવસ પર સલમાન ખાને મૌખિક પુષ્ટિ કરી હતી કે રાધે ઈદમાં જ રિલીઝ કરવામાં આવશે. પરંતુ હવે સોશિયલ મીડિયા દ્વારા એક નોટ જાહેર કરીને રાધેની રિલીઝ ડેટની પુષ્ટિ કરી છે. સાથે જ સિનેમાઘર માલિકોને સંપૂર્ણ કાળજી લેવાની વિનંતી કરી છે.




સલમાન ખાને થિયેટરના માલિકોના નામ પર લખેલી નોટમાં કહ્યું - હું માફી માંગુ છું. થિયેટર માલિકોને જવાબ આપવામાં મેં થોડો સમય લીધો. આવી સ્થિતિમાં આ મોટો નિર્ણય છે. હું સમજું છું કે થિયેટરના માલિકો અને પ્રદર્શકો હાલમાં આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે અને રાધે થિયેટરોમાં રિલીઝ કરવામાં તેમની સમસ્યાઓને ઓછી કરવા માંગુ છું. બદલામાં હું ઇચ્છું છું કે તેઓ પ્રેક્ષકોની સંપૂર્ણ કાળજી લે અને સાવધાની રાખે. વચન ઈદનું હતું અને તે ફક્ત 2021ની ઈદ જ રહેશે. ઈન્શાઅલ્લાહ. આ વર્ષે ઈદના દિવસે થિયેટરોમાં રાધેની મજા લો. ભગવાનની મરજી. જોકે તારીખ જાહેર કરવામાં આવી નથી. 2021માં ઈદ મે મહિનામાં 12 અથવા 13 તારીખના રોજ છે.

રાધે-યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈનું દિગ્દર્શન પ્રભુ દેવાએ કર્યું છે. આ એક એક્શન-થ્રિલર ફિલ્મ છે, જેમાં સલામન ખાન સાથે રણદીપ હુડા, જેકી શ્રોફ અને દિશા પટણી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ વર્ષે ઘણી ફિલ્મો ઓટીટી પ્લેટફૉર્મ્સ પર રિલીઝ થઈ હતી, પરંતુ સલમાન ખાને સ્પષ્ટ કર્યું હતું કે રાધે થિયેટરમાં ઉતરશે. થોડા દિવસ પહેલા સિનેમાઘર માલિકોએ સલમાન ખાને ફિલ્મ થિયેટરોમાં રજૂ કરવાની અપીલ કરી હતી. સિંગલ સ્ક્રીન થિયેટરોના માલિકોએ સોશિયલ મીડિયા દ્વારા સલમાન ખાનને એક પત્ર મોકલ્યો હતો.


ફિલ્મ રાધેને લઈને સલમાન ખાનના ફૅન્સમાં ઘણ ક્રેઝ છે. તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે રાધેએ ઝી સ્ટૂડિયોઝ સાથે 230 કરોડ રૂપિયાની ડીલ કરી છે. રિપોર્ટમાં સૂત્રોના અનુસાર કહેવામાં આવ્યું છે કે સલામન ખાને ફિલ્મના ઈન્ડિયા અને ઓવરસીઝના થિયેટ્રિકલ, મ્યૂઝિકલ અને ડિજિટલ રાઈટ્સ ઝી સ્ટૂડિયોઝને વેચી દીધા છે. રાધે, કોરિયન ફિલ્મ ધ આઉટલૉઝનું રીમેક હોવાનું કહેવાય છે.

Whatsapp-channel Whatsapp-channel

19 January, 2021 06:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK