Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રજત વર્માને થયું હેરલાઇન ફ્રૅક્ચર

રજત વર્માને થયું હેરલાઇન ફ્રૅક્ચર

30 December, 2019 12:17 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

રજત વર્માને થયું હેરલાઇન ફ્રૅક્ચર

રજત વર્મા

રજત વર્મા


રજત વર્માને હાલમાં જ હાથમાં હેરલાઇન ફ્રૅક્ચર થયું છે. બે ડિસેમ્બરથી સોની ટીવી પર શરૂ થયેલા ‘બેહદ 2’ કોઈ ને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. આ અગાઉ પણ હાથમાં ઇન્જરી થઈ હતી. આ શોમાં માયાનો લુક પણ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયો છે. તેમ જ પ્રિયંકા ચોપડા જોનસના લુક પરથી પ્રેરિત થઈને પણ જેનિફર વિન્ગેટનો લુક તૈયાર કરવામાં આવ્યો હતો. આ શોમાં રિશીનું પાત્ર રજત વર્મા ભજવી રહ્યો છે. એક દૃશ્યમાં રજતે ગુસ્સામાં ટેબલ પર હાથ પછાડવાનો હોય છે, પરંતુ તે એટલો ગુસ્સામાં પછાડે છે કે તેને ઈજા થઈ જાય છે. આ વિશે રજતે કહ્યું હતું કે ‘આ દૃશ્ય ખૂબ જ ઇન્ટેન્સ હતું અને હું ઇમોશન્સમાં ખોવાઈ ગયો હતો. મેં જેવો ટેબલ પર હાથ પછાડ્યો કે મારી બૉડીમાં એક કરન્ટ દોડી ગયો હતો અને મને દર્દનો અહેસાસ થયો હતો. થોડા સમય બાદ શૂટ પૂરું થયા બાદ મને હૉસ્પિટલમાં ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં મને ખબર પડી હતી કે હેરલાઇન ફ્રૅક્ચર થયું છે. મને જે જગ્યા પર પહેલાં ફ્રૅક્ચર થયું હતું એ જ જગ્યા પર ફરી થયું છે.’


Whatsapp-channel Whatsapp-channel

30 December, 2019 12:17 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK