ચાહકની દીવાનગી નવાઝને પડી ભારે, હાથમાં આવ્યું ફ્રેક્ચર

કાનપુર | Apr 10, 2019, 15:40 IST

સ્ટાર માટે ચાહકોની ઘેલછા ખૂબ જ હોય છે. અને આવી દીવાનગી ક્યારેક ભારે પણ પડે છે. આવું જ કાંઈક આજે નવાઝુદ્દીન સાથે થયું.

ચાહકની દીવાનગી નવાઝને પડી ભારે, હાથમાં આવ્યું ફ્રેક્ચર
નવાઝુદ્દીને ચાહકોની દીવાનગી પડી ભારે

બોલીવુડના શાનદાર અભિનેતાઓમાંથી એક નવાઝુદ્દીન સિદ્દકીના હાથમાં ફ્રેક્ચર આવ્યું છે. હાલમાં જ એક ઈવેન્ટમાં નવાઝુદ્દીન કાનપુર પહોંચ્યા હતા. અહીં ચાહકોએ સિદ્દકીનું જોરદાર સ્વાગત કર્યું. પરંતુ આ દરમિયાન નવાઝુદ્દી સાથે કાંઈક એવું થયું જે તેમના માટે તકલીફ આપનારું છે.

નવાઝુદ્દીનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહેવાલો પ્રમાણે આ વીડિયો ઈવેન્ટનો છે. નવાઝુદ્દીન કાનપુરમાં આયોજિત એક ઈવેંટ ખતમ થયા બાદ જેવા બહાર નીકળા કે તરત જ ચાહકોએ તેને ઘેરી લીધા. અને એક ચાહકે સેલ્ફી લેવાના ચક્કરમાં નવાઝુદ્દીનનું ગળું પકડી લીધું અને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરવા લાગ્યો.

 
 
 
View this post on Instagram

Crazy selfie fan #nawazudinsiddiqui #kanpur

A post shared by Viral Bhayani (@viralbhayani) onFeb 25, 2019 at 12:46am PST


એક્ટર સાથે થયેલી ખેંચતાણ જોઈને હાજર સિક્યોરિટી ગાર્ડ અલર્ટ થઈ ગયા, જો કે આ સમયે નવાઝુદ્દીનના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. જ્યારે આ ઘટના વિશે નવાઝુદ્દીનને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, "ચાહકે આ રીતે હાથ ખેંચતા મારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું, મસલ્સ ખેંચાઈ ગયા. જો કે કાંઈ વાંધો નહીં. આ પણ તેમનો પ્રેમ છે."

આ પણ વાંચોઃ મારા સ્ટારડમને લીધે મારી નજીકના લોકોને હાનિ પહોંચાડવામાં આવે એ ખોટું છે : વરુણ

વરૂણ ધવનને પણ થયો કડવો અનુભવ

વરૂણ ધવનને પણ હમણાં તેની એક મહિલા ચાહક પાસેથી આવો અનુભવ થયો હતો. વરૂણ સાથે મુલાકાત ન થતા મહિલા ચાહકે તેની ગર્લફ્રેન્ડ નતાશાને નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK