Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > દારા સિંહના સપનામાં પ્રગટ થયા હતા હનુમાન, બીજા જ દિવસે મળી 'રામાયણ'

દારા સિંહના સપનામાં પ્રગટ થયા હતા હનુમાન, બીજા જ દિવસે મળી 'રામાયણ'

21 April, 2020 10:43 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

દારા સિંહના સપનામાં પ્રગટ થયા હતા હનુમાન, બીજા જ દિવસે મળી 'રામાયણ'

દારા સિંહ

દારા સિંહ


લૉકડાઉનના ચાલતા જ્યારથી દૂરદર્શન પર 80ના દશકની રામાયણની ફરીથી ટેલિકાસ્ટ થઈ છે, ત્યારથી ચારેતરફ બસ રામાયણની જ ચર્ચા થઈ રહી છે. એક વાર ફરીથી બધા પાત્ર લાઈમ-લાઈટમાં આવી ચૂક્યા છે. તેવી જ રીતે રામાનંદ સાગરના 'રામાયણ' સીરિયલના બધા પાત્રો વિશે સોશિયલ મીડિયા પર જોરદાર વાતો થઈ રહી છે. આ બધાની વચ્ચે હનુમાન બનેલા દારા સિંહની યાદ પણ લોકોને ઘણી સતાવી રહી છે. વર્ષો બાદ પણ દર્શકોને હનુમાનના રૂપમાં દારા સિંહ જ ગમી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છે દારા સિંહ રામાયણમાં હનુમાન નહોતા બન્યા?

dara-singh



1976માં ચંદ્રકાંતની આવેલી ફિલ્મ બજરંગબલીમાં સૌથી પહેલા દારા સિંહે હનુમાનનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર ઘણી હિટ રહી હતી. 11 વર્ષ બાદ રામાનંદ સાગરે રામાયણ બનાવવાની ઘોષણા કરી હતી. વિંદુ દારા સિંહે રામાયણ વિશે જણાવતા કહ્યું કે રામાનંદ સાગરને સીતાના રૂપમાં દીપિકા ચિખલિયા પહેલી નજરમાં જ પસંદ આવી ગઈ હતી. પરંતુ રામના પાત્રમાં અરૂણ ગોવિલને લઈને તેઓ થોડા મૂંઝવણમાં હતી. અરૂણ ફક્ત રામનો રોલજ ભજવવા ઈચ્છતા હતા.


આ પણ જુઓ : અમિતાભ બચ્ચનની હિરોઈન રહી ચૂકી છે 'રામાયણ'ની કૈકેયી, જુઓ તસવીરો

વાત કરીએ હનુમાન પાત્રની તો દીકરા વિંદુ દારા સિંહે જણાવ્યું કે એમના પિતાને સપનામાં સાક્ષાત હનુમાન પ્રકટ થયા હતા. જેના બાદ એકવારમાં જ દારા સિંહ હનુમાનનો રોલ ભજવવા ફરીથી તૈયાર થઈ ગયા હતા. રામાનંદ સાગરની રામાયણ સિવાય બી.આર.ચોપડાની મહાભારતમાં પણ દારા સિંહને હનુમાનનો રોલ ભજવતા તમે જોયા હશે. પરંતુ એ શૉમાં એમનો ઘણો નાનો રોલ હતો. દારા સિંહ હનુમાન સાથે ભારતના હી-મેનના નામથી પણ ઘણા પ્રખ્યાત હતા. લંબાઈ-પહોળાઈને જોઈ દૂરથી લોકો સમજી જતા કે દારા સિંહ આવી રહ્યા છે. દારા સિંહને ભારતના પહેલા એક્શન હીરો પણ માનવામાં આવતા હતા. ફિલ્મોમાં પણ જોરદાર એક્શનથી દારા સિંહ લીડ રોલ એક્ટરને પણ ટક્કર આપતા હતા. દારા સિંહે રાજનીતિ ક્ષેત્રમાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો અને 2003માં તેઓ રાજ્યસભાના પહેલા સાંસદ કરીકેની પસંદગી કરવામાં આવી હતી. 2009 સુધી તેઓ રાજ્યસભાના સાંસદ રહ્યા હતા.


આ પણ વાંચો : શું 'રામાયણ'ના 'દશરથ' અને 'કૌશલ્યા' અસલ જીવનમાં પણ પતિ-પત્ની હતા?

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હનુમાનના પાત્રની પહેલી પસંદ દારા સિંહની રહેતી હતા. હવે એમના દીકરા વિંદુ દારા સિંહ હનુમાનના રોલ માટે પહેલી પસંદ બની ગયા છે. પરંતુ ઘણી વાર વિંદુ દારા સિંહ પણ ડરી જાય છે કે પિતા દ્વારા ભજવવામાં આવેલા રોલને તેઓ કેવી રીતે ભજવશે અને શું દર્શકોને આવશે.

Whatsapp-channel Whatsapp-channel

21 April, 2020 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK