મહિલાને એકીટસે જોતા અજય દેવગનને ટૉન્ટ મારે છે કાજોલ

મુંબઈ | May 15, 2019, 09:44 IST

‘દે દે પ્યાર દે’ના પ્રમોશનમાં વ્યસ્ત અજય દેવગને ખુલાસો કરતાં જણાવ્યું હતું કે જો તે કોઈ મહિલાને જોતો હોય તો તેની પત્ની કાજોલ તરફથી તરત કમેન્ટ આવે છે

મહિલાને એકીટસે જોતા અજય દેવગનને ટૉન્ટ મારે છે કાજોલ
કાજોલ

‘દે દે પ્યાર દે’ના પ્રમોશનમાં વ્યસ્ત અજય દેવગને ખુલાસો કરતાં જણાવ્યું હતું કે જો તે કોઈ મહિલાને જોતો હોય તો તેની પત્ની કાજોલ તરફથી તરત કમેન્ટ આવે છે. ‘દે દે પ્યાર દે’ની વાત કરીએ તો અજય આ ફિલ્મમાં એક ૫૦ વર્ષની વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે જેના ડિવૉર્સ થઈ ગયા છે. ત્યાર બાદ અજય તેનાથી અડધી ઉંમરની યુવતી સાથે પ્રેમમાં પડે છે. 

આ પણ વાંચો : અજય દેવગન હવે ટબૅકો પ્રોડક્ટ્સને એન્ડૉર્સ નહીં કરે

તબુ તેની એક્સ-વાઇફના પાત્રમાં અને રકુલ પ્રીત સિંહ તેની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં જોવા મળશે. એક ઇન્ટરવ્યુમાં અજયને પૂછવામાં આવ્યું હતું કે શું કાજોલ સાથે લગ્ન બાદ કદી પણ તે કોઈ રિલેશનમાં હતો? આ સવાલનો જવાબ આપતાં અજયે કહ્યું હતું કે લગ્ન બાદ તેના કદી પ‌ણ કોઈ રિલેશન નથી રહ્યા જેમ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. સાથે જ તેણે એમ પણ જણાવ્યું હતું કે જો તે કદી કોઈ મહિલાને એકીટસે જોતો પકડાઈ જાય તો કાજોલ તેને ટૉન્ટ મારે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK