લગ્નના 6 વર્ષ બાદ આ એક્ટરના ઘરે દીકરીનું આગમન, શૅર કરી તસવીર

Updated: 2nd August, 2020 18:06 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આફતાબ અને નીન માતા-પિતા બની ગયા છે.

આફતાબ શિવદાસાની અને નીન દુસાંજ
આફતાબ શિવદાસાની અને નીન દુસાંજ

આખા વિશ્વમાં કોરોના વાઈરસે આતંક ફેલાવી રાખ્યો છે ત્યારે બધી જગ્યાએથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. પણ હાલ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. એક્ટર આફતાબ શિવદાસાનીના ઘરે દીકરીનું આગમન થયું છે. એમની પત્ની નીન દુસાંજે એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. આફતાબે દીકરીનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એમણે ફોટો શૅર કરતા લખ્યું છે, સ્વર્ગનો એક નાનો ભાગ પૃથ્વી પર મોકલવામાં આવ્યો છે, ઈશ્વરની કૃપાથી નીન અને હું અમારી દીકરીના આગમનની જાહેરાત કરીએ છીએ. અમે ગૌરવપૂર્ણ માતા-પિતા છીએ અને હવે એક પરિવારમાં ત્રણ લોકો થઈ ગયા છે.

અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આફતાબ અને નીન માતા-પિતા બની ગયા છે. ફોટોમાં આફતાબ અને તેની પત્નીનો ફોટો છે જે હાર્ટશેપમાં છે અને વચ્ચેમાં તેમની પુત્રીનો ફોટો છે.

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા બાદ ટીવી એક્ટ્રેસ ઈશિતા દત્તા અને અનિતા હસનંદાનીએ પણ એક્ટરને શુભેચ્છા આપી. આફતાબ અને નીનના લગ્ન 6 વર્ષ પહેલા થયા હતા. બાદ ત્રણ વર્ષ પહેલા એટલે 2017માં બન્ને શ્રીલંકામાં બીજી વાર ધૂમધામથી લગ્ન કર્યા હતા. એક્ટર હંમેશા પોતાની પત્ની સાથે તસવીર શૅર કરતા રહે છે.

અભિનેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો આફતાબ છેલ્લે ફિલ્મ 'સેટર્સ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં શ્રેયસ તલપડે, સોનાલી સેયગલ, વિજય રાજ અને ઈશિતા દત્તા પણ તેમની સાથે મહત્વપૂર્ણ ભૂમિકામાં હતી. આફતાબ ટૂંક સમયમાં જ ઝી 5ની 'પોઇઝન 2'માં જોવા મળશે, જે જલદી રિલીઝ થવાની છે. તમને જણાવી દઈએ કે આફતાબ શિવદાસાનીએ 1999માં ફિલ્મ 'મસ્ત'થી બૉલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જેમાં તેમની સાથે ઉર્મિલા ઉર્મિલા માતોંડકરે પણ હતી.

First Published: 2nd August, 2020 16:02 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK