કૉમેડી ગૉડ્સ ગિફ્ટ છે

Updated: May 07, 2020, 20:23 IST | Rashmin Shah | Mumbai

‘ભાભીજી ઘર પર હૈં!’માં વિભૂતિનું કૅરૅક્ટર કરતા આસિફ શેખનું આવું માનવું છે. આસિફ કહે છે, ‘એ સહજ હોવી જોઈએ. જો સહજ રીતે કૉમેડી રજૂ કરવામાં ન આવે તો એ ત્રાસદાયી લાગે’

& ટીવી પર આવતા કૉમેડી-શો ‘ભાભીજી ઘર પર હૈં!’ની કૉમેડી ઑડિયન્સને અનહદ પસંદ આવી છે અને એટલે જ પાંચ વર્ષથી આ શોએ આખી ચૅનલનો ભાર પોતાના ખભા પર લીધો છે. સિરિયલમાં વિભૂતિનું કૅરૅક્ટર કરતા આસિફ શેખ કૉમેડીની બાબતમાં બહુ ગંભીર છે. આસિફ કહે છે, ‘કૉમેડી ઈશ્વરની દેન છે. એ તમારી અંદરથી સહજ રીતે બહાર આવવી જોઈએ. મારી સાથે એવું જ થાય છે. મારે એની માટે કોઈ તૈયારી નથી કરવી પડતી કે જાતને ફોર્સ નથી આપવો પડતો. સહજ રીતે બહાર આવે એનું નામ જ કૉમેડી છે. મારી નજરમાં કૉમેડી સૌથી સ્પેશ્યલ જોનર છે. એ દેખાય સરળ છે, પણ આ કામ ખૂબ અઘરું છે.’

‘ભાભીજી ઘર પર હૈં!’ સાથે માત્ર રેગ્યુલર ઑડિયન્સ નહીં પણ યંગ ઑડિયન્સ પણ જોડાયેલું છે. આનું કારણ એ જ છે કે આસિફ પોતાની કૉમેડી માટે સતત સ્ટડી કરતો રહે છે. ઇન્ડિયન સ્ટૅન્ડઅપથી લઈને વર્લ્ડમાં ચાલતો અત્યારનો કૉમેડીનો જે ટ્રેન્ડ છે એને તે નિયમિત જુએ છે. અત્યારે લૉકડાઉનમાં પણ તે આ જ કામ કરે છે. આસિફ કહે છે, ‘વિશ્વાસ બહુ મહત્ત્વનો છે, ખાસ કરીને કૉમેડીમાં. તમે જેને ખુશ કરતા થઈ જાઓ તેનાં તમારા પાસેથી એક્સપેક્ટેશન વધવા માંડે છે. આ એક્સપેક્ટેશનને અકબંધ રાખવા માટે તમારે સતત સ્ટડી કરતાં રહેવું પડે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK