દિલ્હી ક્રાઇમની બીજી સીઝનના યુનિટની મદદે આવ્યો અભિષેક સિંહ

Published: May 13, 2020, 20:53 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

આઇએએસ અધિકારીમાંથી ઍક્ટર બન્યો છે અભિષેક સિંહ

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સના શો ‘દિલ્હી ક્રાઇમ’ની બીજી સીઝનના યુનિટની વહારે આઇએએસ અધિકારીમાંથી ઍક્ટર બનેલો અભિષેક સિંહ આવ્યો છે. આ શો દ્વારા અભિષેક ઍક્ટિંગમાં ઝંપલાવી રહ્યો છે. જોકે કોરોના વાઇરસને કારણે બધું બંધ છે અને એની અસર તેના શોના યુનિટ પર પડી રહી છે. આથી તેણે અને નેટફ્લિક્સે મળીને તેમના યુનિટની દેખભાળ લેવાની જવાબદારી ઉઠાવી છે. આ વિશે અભિષેક સિંહે કહ્યું હતું કે ‘આપણે બધા જ આ મહામારીનો સામનો કરી રહ્યા છીએ. કોરોના વાઇરસને કારણે એક વર્ગ એવો છે જેના પર એની ખૂબ જ અસર પડી છે. નેટફ્લિક્સ અને હું આ માટે અમારા યુનિટને મદદ કરવા સાથે આવ્યા છીએ. આપણે જે પણ લોકોને આર્થિક અને ભાવનાત્મક રૂપથી ઓળખતા હોઈએ તેમની મદદ કરવી જોઈએ. અમે અમારા યુનિટના રોજ કામ કરીને ખાતા લોકોની આગામી ત્રણ મહિના સુધી દેખભાળ કરીશું. આપણે ‘મેક અ ચેઇન’ દ્વારા કોરોના વાઇરસની ‘બ્રેક અ ચેઇન’ને વધુ અસરકારક બનાવીએ. આપણે માનવતા દેખાડી લોકોને મદદ કરવી જોઈએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK