પીંજરા ખૂબસૂરતી કાના લીપ બાદ એક મોટો ફેરફાર થશે
અભિષેક મલિક
ગયા વર્ષે ઑગસ્ટમાં લૉન્ચ થયેલા ટીવી-શો ‘પીંજરા ખૂબસૂરતી કા’માં ટૂંક સમયમાં લીપ જોવા મળશે. શોની વાર્તા આગળ ભાગશે એ પછી અભિષેક મલિકની લીડ કૅરૅક્ટર તરીકે એન્ટ્રી થવાની છે. શોની વર્તમાન જોડી રિયા શર્મા અને સાહિલ ઉપ્પલ છે અને લીપ આવ્યા બાદ નવા ટ્રૅક મુજબ રિયા સાથે અભિષેક મલિક જોડી જમાવશે. ‘છલ’, ‘કૈસી યે યારિયાં’, ‘પુનર્વિવાહ’ વગેરે સિરિયલોથી જાણીતો બનેલો અભિષેક મલિક ‘પીંજરા ખૂબસૂરતી કા’માં એક સર્જ્યન (ડૉક્ટર)નો રોલ કરશે જે મયૂરા (રિયા શર્મા)ની જિંદગીમાં વળાંક લાવશે. છેલ્લે ‘કહાં હમ કહાં તૂમ’માં જોવા મળેલો અભિષેક આશરે ૯ મહિના બાદ ટીવી પર પાછો ફરી રહ્યો છે.
‘પીંજરા ખૂબસૂરતી કા’માં મયૂરા નામની યુવતીની વાર્તા છે જે માટે સુંદરતા દુશ્મન બની જાય છે. શોમાં તાજેતરમાં નિધિ ભાવસારની ઐશ્વર્યા ભારદ્વાજ તરીકે એન્ટ્રી થઈ છે જે ઓમકાર (સાહિલ ઉપ્પલ) અને મયૂરાની લવ-સ્ટોરીમાં વિલન બને છે.