શાહરુખ ખાનના પ્રૉડક્શન હાઉસ સાથે અભિષેક બચ્ચનનો નવો પ્રૉજેક્ટ...

Published: Nov 25, 2019, 18:35 IST | Mumbai Desk

અભિષેક બચ્ચને શાહરુખ ખાનના પ્રૉડક્શન હાઉસ રેડ ચિલ્લીસ એન્ટરટેઇન્મેન્ટ સાથે પોતાના નવા પ્રૉજેક્ટની જાહેરાત કરી દીધી છે.

બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચનનું નામ છેલ્લા ઘણાં સમયથી જુદાં જુદાં પ્રૉડેક્ટ્સ સાથે જોડવામાં આવી રહ્યું હતું. ફિલ્મ બંટી અને બબલીની સીક્વલમાં અભિષેક બચ્ચનના આવવાની ચર્ચા હતી. પણ હવે અભિષેકે પોતાના નવા પ્રૉડેક્ટની જાહેરાત કરીને આ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધો છે.

અભિષેક બચ્ચને શાહરુખ ખાનના પ્રૉડક્શન હાઉસ રેડ ચિલ્લીસ એન્ટરટેઇન્મેન્ટ સાથે પોતાના નવા પ્રૉજેક્ટની જાહેરાત કરી દીધી છે. અભિષેક ફિલ્મ બૉબ વિસ્વાસમાં દેખાશે. આ ફિલ્મ ડાયરેક્ટર સુજૉય ઘોષની ફિલ્મ સ્ટોરીની પ્રીક્વલ હશે. આની સ્ટોરી ફિલ્મના વિલન અને સીરિયલ કિલર બૉબ વિસ્વાસ પર આધારિત હશે.

ફિલ્મ સ્ટોરીમાં બૉબ વિસ્વાસનું પાત્ર બંગાળી અભિનેતા શાસ્વત ચેટર્જીએ ભજવ્યું હતું. ફિલ્મમાં તેના નામના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. જણાવીએ કે આ થ્રિલર ડ્રામા ફિલ્મને ડાયરેક્ટર સજૉય ઘોષની દીકરી દીયા ઘોષ ડાયરેક્ટ કરશે. આ દીયાનો ડાયરેક્ટોરિયલ ડેબ્યૂ હશે. આ ફિલ્મને શાહરુખ સાથે સુજૉય ઘોષની પ્રૉડક્શન કંપની બાઉંડ સ્ક્રિપ્ટ પ્રૉડક્શન પણ પ્રૉડ્યુસ કરશે.

જ્યાં ફિલ્મનું નામ, સ્ટોરી અને મુખ્ય પાત્ર સામે આવ્યા છે ત્યાં હજી એ વાતની પુષ્ટિ નથી થઈ કે શું વિદ્યા બાલન આ ફિલ્મમાં અભિષેક બચ્ચન સાથે દેખાશે કે નહીં. જણાવીએ કે આ બન્નેએ વર્ષ 2009માં આવેલી ફિલ્મ 'પા'માં સાથે કામ કર્યું હતું.

આ પણ વાંચો : Happy Birthday: જુઓ બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખીનો તસવીરમાં બિન્દાસ અંદાજ

અભિષેક બચ્ચનની વાત કરીએ તો તેણે છેલ્લે અનુરાગ કશ્યપની બનાવેલી ફિલ્મ મનમર્ઝિયામાં તાપસી પન્નૂ અને વિકી કૌશન સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મને મિક્સ રિવ્યૂઝ મળ્યા હતા અને આ બૉક્સ ઑફિસ પર ચાલી શકી ન હતી. આ સિવાય અભિષેક ટૂંક સમયમાં ડિજિટલ ડેબ્યૂ કરવાનો છે. તે એમેઝોન પ્રાઇમની ઓરિજિનલ સીરીઝ બ્રીથની બીજી સીઝનમાં દેખાશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK