અભિ-સોનમ બન્યાં તારણહાર

Published: 2nd November, 2011 19:47 IST

અભિષેક બચ્ચન અને સોનમ કપૂર ડિરેક્ટર અબ્બાસ-મસ્તાનની ‘પ્લેયર્સ’માં સાથે કામ કરી રહ્યાં છે. હાલમાં જ્યારે આ ફિલ્મનાં ક્લાઇમૅક્સ પહેલાંનાં દૃશ્યોનું ન્યુ ઝીલૅન્ડના વેલિંગ્ટન ઍરર્પોટ પર શૂટિંગ કરવાની પરવાનગી મેળવવામાં સમસ્યા ઊભી થઈ હતી ત્યારે અભિ-સોનમે દરમ્યાનગીરી કરતાં સમસ્યાનો ઉકેલ આવ્યો હતો અને શૂટિંગ શક્ય બન્યું હતું.

 

 

આ મુદ્દે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘ઍરર્પોટ પરનો આ સીન ફિલ્મ માટે બહુ મહત્વનો હતો અને યોગ્ય પરમિશન વગર આ શૂટિંગ કરવાનું શક્ય નહોતું. આ પરવાનગી મેળવવા માટે આખા યુનિટે અઠવાડિયાંઓ સુધી રાહ જોઈ હતી, પણ વાત આગળ નહોતી વધતી. એક તબક્કે તો ડિરેક્ટર પર આખું દૃશ્ય ગ્રાફિક્સની મદદથી શૂટ કરવાનું દબાણ પણ કરવામાં આવ્યું હતું. આખરે કંટાળીને અભિષેક અને સોનમ અધિકારીઓને મળવા ગયાં અને તેમણે બે કલાક સુધી તેમની સાથે દલીલબાજી કરીને જરૂરી પરવાનગી મેળવીને જ રાહતનો શ્વાસ લીધો. અભિષેક સાથે કામ કરવાનો આ જ ફાયદો છે. તે તમને પોતાનાથી બનતી તમામ મદદ કરે છે. અમારી પાસે મોટા ભાગની પરમિશન હતી, પણ અભિએ આ મામલામાં અમને મદદ કરીને અમારો ઘણો સમય બગડતો બચાવી લીધો.’

અભિષેક અને સોનમ બન્ને આ ખાસ દૃશ્યનું અગત્ય સમજતાં હતાં અને આ કારણે એમાં કોઈ સમાધાન કરવાના મૂડમાં નહોતાં. આ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘આ ફિલ્મમાં પુષ્કળ પ્રમાણમાં નાણાં અને સમયનું રોકાણ થયું છે અને આ કારણે તેઓ કોઈ સમાધાન કરવાના પક્ષમાં નહોતાં. આ કારણે કલાકારોએ દૃશ્યનું શૂટિંગ સારી રીતે કરવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસ કર્યા હતા. આ દૃશ્યનું શૂટિંગ કરવા મર્યાદિત વ્યક્તિઓના ક્રૂને પરવાનગી આપવામાં આવી હતી. સદ્નસીબે આ ખાસ દૃશ્યનું શૂટિંગ કોઈ જાતની સમસ્યા વગર થઈ શક્યું હતું.’

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK